Sun Sep 06 2026

Logo

લાતુરમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ: યુવકને 20 વર્ષની કેદ

2026-08-07 17:20:24
Author: Yogesh D. Patel
લાતુરમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ: યુવકને 20 વર્ષની કેદ

લાતુર: લાતુર જિલ્લામાં પંદર વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનારા યુવકને કોર્ટે દોષી ઠેરવીને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી. ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે ગુરુવારે આપેલા આદેશમાં 21 વર્ષના યુવક હૃષીકેશ ભગવાન નરવડેને કેદ ઉપરાંત આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મે, 2024માં આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રલ ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન વિશેષ સરકારી વકીલ મંગેશ મહિન્દ્રકરે તપાસકર્તા પક્ષનો કેસમાં અસરકારક રીતે દલીલબાજી કરી હતી. 

સાક્ષીદારોની જુબાની, તબીબી પુરાવા અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસને આધારે આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તપાસકતાક્ષ પક્ષે આરોપી વિરુદ્ધ આરોપ પુરવાર કર્યા હતા અને બાદમાં કોર્ટે આરોેપીને સજા સંભળાવી હતી. (પીટીઆઇ)