Sat Aug 29 2026

Logo

મધ્ય પૂર્વ સંઘર્ષ: દુબઈમાં ફસાયેલા કોલ્હાપુરના પ્રવાસીઓ સુરક્ષિત વતન પરત ફર્યા

2026-03-03 19:15:38
Author: Mumbai Samachar Team
મધ્ય પૂર્વ સંઘર્ષ: દુબઈમાં ફસાયેલા કોલ્હાપુરના પ્રવાસીઓ સુરક્ષિત વતન પરત ફર્યા

પુણેઃ મધ્યપૂર્વમાં અચાનક ફાટી નીકળેલા યુદ્ધને કારણે દુબઈમાં અટવાઈ ગયેલા કોલ્હાપુર જિલ્લાના 23 પ્રવાસીઓનું જૂથ મંગળવારે મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને તેમના વતન પરત ફર્યું હતું, એમ કોલ્હાપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના અધિકારી પ્રસાદ સંકપાલે જણાવ્યું હતું.

આ પ્રવાસીઓ દુબઇ ફરવા માટે ગયા હતા. દુબઈમાં તેમની હોટલ નજીક થયેલા ડ્રોન હુમલાને કારણે ભારે ભયભીત હતા. તેઓ 28 ફેબ્રુઆરીએ પરત ફરવાના હતા. પરંતુ તે પહેલાં યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ગલ્ફ એરસ્પેસ બંધ થઇ ગઈ હતી અને તમામ ફ્લાઇટો રદ થઇ ગઈ હતી.

પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ભારત સરકાના પ્રતિનિધિઓ, યુએઈના અધિકારીઓ અને કોલ્હાપુરના સ્થાનિક નેતાઓની દરમિયાનગીરીને કારણે તેઓ સુરક્ષિત રીતે પરત ફરી શક્યા હતા.

તેમણે કહ્યું કે તેમની હોટલથી થોડા મીટર દૂર ડ્રોન હુમલો થયો હતો. ટૂર ઓપરેટરો અને સ્થાનિક અધિકારીઓએ તેમને મદદ કરી હતી. જૂથના સભ્યોને યુએઈ સરકાર તરફથી લગભગ 25,000 રૂપિયાની વિદાય ભેટ આપવામાં આવી હતી.
(પીટીઆઈ)