જેરુસલેમઃ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને મધ્યપૂર્વમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે. જેવામાં હવે ઈરાન પણ જબાવી હુમલો કરી રહ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત બાદ ઈરાન બદલો લેવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમણે તેલ અવીવમાં નેતન્યાહૂના કાર્યાલય અને ઇઝરાયલી વાયુ સેનાના કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. આ વાતમાં કેટલી કહીકત છે તે એક પ્રશ્ન છે.
ખૈબર મિસાઈલો દ્વારા હુમલો કર્યો હોવાનો ઈરાનનો દાવો
નેતન્યાહૂના કાર્યાલય પર હુમલો કર્યો હોવાનો ઈરાનનો દાવો સાચો છે તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે. IRGC નો દાવો છે કે, આ હુમલા બાદ નેતન્યાહૂના હાલ કેવા છે તે અંગે કઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ઇઝરાયલના નેતૃત્વમાં મોટો હડકંપ મચી ગયો છે. દાવા પ્રમાણે ખૈબર મિસાઈલો દ્વારા ઇઝરાયેલી વાયુ સેના કમાન્ડરના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે.
ઇઝરાયલે ઈરાનના હુમલાના દાવાને નકારી કાઢ્યો
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ હવે યુએસ-ઇઝરાયલી સંયુક્ત કાર્યવાહીમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા બાદ વધી ગયો છે. જવાબમાં તેહરાન અને તેના સાથી લશ્કરોએ ઇઝરાયલી શહેરો અને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે, અને નેતન્યાહૂની કાર્યાલય પર પણ હુમલો કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો છે. પરંતુ ઇઝરાયલ દ્વારા ઈરાનના આ હુમલાના દાવોને નકારી દેવામાં આવ્યો છે.

ટ્રમ્પે ઈરાની સેનાને ફરી કેવી ધમકી આપી?
પીએમ નેતન્યાહૂની ઓફિ પર મિસાઈલ હુમલાના ઈરાનના દાવાને ઇઝરાયલે સંપૂર્ણ રીતે નકારી દીધો છે, ઇઝરાયલે કહ્યું કે, આવો કોઈ હુમલો થયો નથી.તો શું ઈરાન દ્વારા માત્ર પોકળ દાવો કરવામાં આવ્યો છે? કે પછી ઇઝરાયલ આ હુમલાને છૂપાવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા પણ ઈરાનને આત્મસમપર્ણ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય દેશોમાંથી એક પણ દેશ પાછી પાની કરવા માટે તૈયાર હોય તેવું લાગતું નથી.