Wed Jun 17 2026

Logo

આજથી બદલાઈ જશે આ ચાર રાશિના જાતકોનું ભાગ્ય, ચંદ્રએ ચાલ બદલતા થશે છપ્પરફાડ ધનવર્ષા...

2026-06-17 16:40:00
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમામ 12 રાશિના જાતકોના જીવન પર ઊંડી અસર કરે છે. આ ક્રમમાં 17મી જૂનની સવારે 8.14 વાગ્યે મનનો કારક ગ્રહ ચંદ્ર મિથુન રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ એટલે કે કર્ક રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. ચંદ્રના આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક વિશેષ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ અનુકૂળ અને સકારાત્મક પરિણામો જોવા મળશે. આ લોકોને કારકિર્દીમાં ઉન્નતિની સાથે મોટો નાણાકીય લાભ પણ થઈ શકે છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મિથુનઃ
ચંદ્ર તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને જ્યોતિષમાં સંપત્તિ અને વાણીનું ઘર માનવામાં આવે છે. આ ગોચરના પ્રભાવથી લાંબા સમયથી અટકેલા નાણાં તમને પરત મળી શકે છે. જે લોકો શેરબજાર અથવા લોટરીમાં રોકાણ કરે છે તેમના માટે આ સમયગાળો ઉત્તમ વળતર આપનારો સાબિત થશે. બીજા ભાવમાં ચંદ્ર હોવાથી તમારી વાણીમાં મધુરતા વધશે, જેનાથી કાર્યસ્થળ પર લોકો તમારાથી પ્રભાવિત થશે.

મેષ: 
ચંદ્ર તમારી રાશિના ચોથા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જે સુખ, વૈભવ અને માતાનો ભાવ છે. આ ગોચર તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ લઈને આવશે. ખાસ કરીને જે લોકો પોતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમને આ સમયગાળામાં મોટો આર્થિક નફો થવાના સંકેત છે. કેટલાક જાતકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવાનું આયોજન પણ કરી શકે છે. ચંદ્રના કારણે તમારી સર્જનાત્મક ક્ષમતાઓમાં જબરદસ્ત વધારો થશે.

કર્ક:
ચંદ્ર તમારી જ રાશિનો સ્વામી ગ્રહ છે અને તે તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાંથી ગોચર કરી રહ્યો છે. આ સ્થિતિ તમારા માનસિક તણાવ અને ચિંતાઓમાંથી મુક્તિ અપાવશે અને મનમાં સકારાત્મક વિચારો લાવશે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યાપાર કરી રહ્યા છો, તો તેમાં મોટી સફળતા મળી શકે છે. સંપત્તિમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. પરિણીત લોકોના જીવનમાં પણ આ ગોચર સુખદ પરિણામો લાવશે.

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર અત્યંત ફાયદાકારક સાબિત થવાનું છે. ચંદ્ર તમારા લાભના ભાવમાંથી ભ્રમણ કરી રહ્યો હોવાથી તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં મોટો નફો થશે. આવકના નવા અને વધારાના સ્ત્રોત ખુલશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યાપાર કે નોકરી સંબંધિત મુસાફરીના યોગ બનશે અને આ યાત્રાઓ ભવિષ્યમાં ખૂબ જ નફાકારક સાબિત થશે.