Wed Jun 17 2026

Logo

હવાઈ મુસાફરી સસ્તી થશે, એર ઈન્ડિયાએ રજૂ કર્યો બેઝિક ફેરનો વિકલ્પ

2026-06-17 17:11:08
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશમાં મિડલ ઈસ્ટ યુદ્ધ બાદ હવાઈ મુસાફરી મોંધી બની છે. ત્યારે હવે  એર ઈન્ડિયા એ હવાઇ મુસાફરીને વાજબી બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. જેમાં કંપની હવે નવો બેઝિક ફેર' વિકલ્પ શરૂ કર્યો છે, જે મુસાફરોને તેમની ચોક્કસ જરૂરિયાતો અને બજેટના આધારે ટિકિટ પસંદ કરવાની વિકલ્પ આપે છે. 

એર ઈન્ડિયાએ આ વિકલ્પ એવા લોકો માટે ઉભો કર્યો  છે જે લોકો ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે. તેમજ  વધારાની સેવાઓ માટે વધારાનો ખર્ચ ચૂકવવા માંગતા નથી.

અમુક સ્થાનિક રૂટ પર નવા મૂળભૂત ભાડાનો વિકલ્પ 

તેમજ એર ઇન્ડિયાએ હાલમાં અમુક  સ્થાનિક રૂટ પર નવા મૂળભૂત ભાડાનો વિકલ્પ રજૂ કર્યો છે. આ વિકલ્પ ફક્ત ઇકોનોમી ક્લાસના મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે. જેમાં મુસાફરો 15 કિલો ચેક-ઇન સામાન અને 7 કિલો કેબિન સામાન લઇ જઇ શકશે. તેમજ  વધુમાં ચા અને કોફી જેવી મફત પીણા સેવાઓ પૂરી પાડવામાં આવશે. જોકે, ટિકિટમાં મફત ભોજનનો સમાવેશ થતો નથી, જેના કારણે ભાડું પહેલા કરતા ઓછું રહેશે. 

આ ઉપરાંત એર ઇન્ડિયા પહેલાથી જ ત્રણ ભાડા વિકલ્પો ઓફર કરે છે. વેલ્યુ, ક્લાસિક અને ફ્લેક્સ. આ બધામાં ભોજન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. હવે, 'બેઝિક' ભાડાની રજૂઆતમાં  મુસાફરો પાસે એક વધારાનો  વધુ સસ્તો વિકલ્પ મળશે. 

મુસાફરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકલ્પ રજૂ કરાયો 

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, દરેક મુસાફરની જરૂરિયાતો અલગ અલગ હોય છે. કેટલાક ફક્ત ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે, જ્યારે અન્ય વધારાની સુવિધાઓ માટે વધુ ચૂકવણી કરવાનું પસંદ કરે છે. આ નવું મોડેલ આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.