Tue Oct 06 2026

Logo

બાટાને કેરી બેગનો 6 રૂપિયા ચાર્જ વસુલવો મોંધો પડયો, ગ્રાહક પંચે 10,000નો દંડ ફટકાર્યો

2026-06-17 16:43:49
Author: Chandrakant Kanoja
બાટાને કેરી બેગનો 6 રૂપિયા ચાર્જ વસુલવો મોંધો પડયો, ગ્રાહક પંચે 10,000નો દંડ ફટકાર્યો

representative image


નવી દિલ્હી: દેશમાં સામાન્ય રીતે શોપિંગ દરમિયાન દુકાનદાર  ગ્રાહકો પાસેથી કેરી બેગનો ચાર્જ વસૂલ કરે  છે. જોકે, જાણીતી ફૂટવેર બ્રાંડ બાટા ઈન્ડિયાને એક મહિલા ગ્રાહક પાસેથી પેપર કેરી બેગનો 6 રૂપિયા ચાર્જ વસૂલ કરવો મોંધો પડ્યો છે. જેમાં ગ્રાહક તકરાર નિવારણ પંચે ગ્રાહકને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે.  તેમજ દક્ષિણ દિલ્હી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે 2023 માં દાખલ કરાયેલી ફરિયાદ પર કંપનીને ઠપકો આપ્યો હતો.

વર્ષ 2023માં બાટા સ્ટોરમાંથી રૂપિયા 1,499 ના જૂતા ખરીદ્યા હતા 

આ સમગ્ર કેસની વિગત મુજબ દક્ષિણ દિલ્હી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે  દિલ્હીની રહેવાસી પ્રીતિ અગ્રવાલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેમણે  આરોપ લગાવ્યો હતો કે તેમણે  વર્ષ 2023માં બાટા સ્ટોરમાંથી રૂપિયા 1,499 ના જૂતા ખરીદ્યા ત્યારે તેની પાસેથી કેરી બેગ માટે કોઇ પણ નોટિસ વિના વધારાની ફી વસૂલ કરી હતી.

 સ્ટોરની અંદર ક્યાંય પણ એવી કોઈ નોટિસ પ્રદર્શિત કરવામાં આવી ન હતી

ફરિયાદ મુજબ, પ્રીતિ અગ્રવાલને બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યા પછી જ રૂપિયા 6 ના વધારાના ચાર્જ વિશે જાણ થઈ. તેમણે દલીલ કરી હતી કે સ્ટોરની અંદર ક્યાંય પણ એવી કોઈ નોટિસ પ્રદર્શિત કરવામાં આવી ન હતી.  જેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્યું હોય કે તેઓએ કેરી બેગ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ખરીદી કર્યા પછી ગ્રાહકો પાસેથી હાથમાં શૂ બોક્સ લઈ જવાની અપેક્ષા રાખી શકાતી નથી.

ગ્રાહકોને દુકાનની અંદર  નોટિસ દ્વારા અગાઉથી જાણ કરવી આવશ્યક 

આ અંગે ગ્રાહક પંચે  જણાવ્યું કે  રિટેલર્સને સાદા, અનબ્રાન્ડેડ કેરી બેગ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાની કાયદેસર રીતે પરવાનગી છે. ત્યારે ગ્રાહકોને દુકાનની અંદર  નોટિસ દ્વારા અગાઉથી જાણ કરવી આવશ્યક છે. ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સની તપાસ કર્યા બાદ  કમિશનને  સ્ટોર પર આવી કોઈ નોટિસ  મળી નથી.

બાટા NCDRCના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ 

ગ્રાહક પંચે જણાવ્યું હતું કે નોટિસના અભાવે ગ્રાહકને ખરીદી પૂર્ણ કરતા પહેલા નિર્ણય લેવાની તક મળી ન હતી.  તેમજ પંચે  ઓર્ડર આપતી વખતે નોંધ્યું હતું કે બાટા મફતમાં કેરી બેગ પૂરી પાડવા માટે બંધાયેલ ન હોવા છતાં  તે કેરી બેગના ભાવ દર્શાવવા અંગે NCDRCના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.