31મી મે, 2026નો દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના ફેન્સ માટે ખૂબ જ યાદગાર અને ઐતિહાસિક રહ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ, 2026ની ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઈટન્સ પાંચ વિકેટથી હરાવીને બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ બેંગલુરુની આ ટીમ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. આ ઐતિહાસિક જીત બાદ જ્યાં આખી ટીમ જશ્નમાં ડૂબેલી છે અને ચેમ્પિયન ટીમ પર પૈસાનો ભારે વરસાદ પણ થયો છે. પરંતુ, શું તમે જાણો છો કે આરસીબીને મળેલી આ મોટી ઈનામી રકમનો એક મોટો હિસ્સો ટેક્સ તરીકે સરકારી ખજાનામાં જશે?
અમદાવાદના ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી આ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સનું બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. આરસીબીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. મેચ બાદ યોજાયેલી ભવ્ય એવોર્ડ સેરેમનીમાં વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રાઇઝ મની તરીકે કુલ 20 કરોડ રૂપિયાની બમ્પર કેશ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. પરંતુ આરસીબીને 20 કરોડ રૂપિયાની પૂરેપૂરી પ્રાઈઝ મની નહીં મળે, ચાલો જાણીએ શું છે આ પાછળનું કારણ...
આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ (IPL) જીત બાદ ભારે હોબાળો થયો હોવાના અહેવાલ છે. જીતની ખુશીમાં રસ્તા પર ઉતરેલા ચાહકોની ઉજવણી અચાનક હિંસક બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ચાહકો સરકારી બસ અને જાહેર… pic.twitter.com/mZHCaYe2Be
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 1, 2026
ક્રિકેટના મેદાન પર મળેલી આ મોટી રકમ પર ભારતના કડક ટેક્સ નિયમો લાગુ થાય છે. ઈન્ડિય ઈન્કમટેક્સના નિયમો અનુસાર, રમતગમત કે કોઈપણ સ્પર્ધામાં જીતેલી પ્રાઇઝ મનીને સામાન્ય કમાણી માનવામાં આવતી નથી. આ જ કારણે આઈપીએલમાં મળતી આ રકમ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ખાસ નિયમો મુજબ સીધો ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે કે 20 કરોડ રૂપિયાની આ આખી રકમ ટીમ મેનેજમેન્ટ કે ખેલાડીઓના ખાતામાં સીધી નહીં જાય, પરંતુ તેમાં મોટો કાપ મુકાશે.
ઈન્કમટેક્સ એક્ટના સેક્શન 194B હેઠળ કોઈપણ લોટરી, ગેમ શો કે સ્પોર્ટ્સ કોમ્પિટીશનમાં જીતેલી ઈનામી રકમ પર મોટો ટેક્સ વસૂલવામાં આવે છે. આ નિયમ મુજબ, વિજેતા ટીમને મળનારી કુલ રકમ પર સીધો 31.2 ટકાનો ટીડીએસ કાપવામાં આવે છે. આ ટેક્સ કપાત ફરજિયાત હોય છે અને પ્રાઇઝ મની આપનાર બીસીસીઆઈ બોર્ડે રકમ આપતા પહેલાં જ આ ટેક્સ કાપીને સરકારી ખાતામાં જમા કરાવવો પડે છે. આરસીબીની જીતની રકમ પર પણ આ જ નિયમ લાગુ થઈ રહ્યો છે.
ટેક્સનું આખું ગણિત સમજાવવાનું થાય તો જો આ ટેક્સના ગણિતને સરળ શબ્દોમાં સમજીએ, તો તેમાં મુખ્યત્વે બે બાબતો સામેલ છે. સૌથી પહેલી બાબત એટલે સૌથી પહેલા જીતેલી રકમ પર ફ્લેટ 30 ટકા ઈન્કમટેક્સ લગાવવામાં આવે છે. ત્યારબાદ, આ ટેક્સની રકમ પર અલગથી 4 ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઉમેરવામાં આવે છે.
@IPL
આ બંનેને મિલાવીને કુલ ટેક્સ કપાત પૂરા 31.2 ટકા પર પહોંચી જાય છે. આ જ ટકાવારીના આધારે આઈપીએલ વિજેતાની ઈનામી રકમમાંથી કાપ મૂકવામાં આવે છે. ટેક્સ કપાયા બાદ આરસીબીના હાથમાં કેટલી વાસ્તવિક રકમ આવશે? હવે સવાલ એ થાય કે 20 કરોડ રૂપિયાના આ બમ્પર ઈનામમાંથી આરસીબીને વાસ્તવિક રીતે કેટલા પૈસા મળશે?
ગણિત પ્રમાણે જોઈએ તો, 20 કરોડ રૂપિયાની કુલ રકમ પર 31.2 ટકા લેખે પૂરા 6.24 કરોડ રૂપિયા ફક્ત ટેક્સના રૂપમાં કપાઈ જશે. આ ભયંકર કપાત બાદ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે વાસ્તવિક રકમ તરીકે માત્ર 13.75 કરોડ રૂપિયા જ બચશે. ટેક્સ કપાયા બાદ આ આખરી રકમ જ ટીમ મેનેજમેન્ટના હાથમાં આવશે.