Mon Jun 01 2026

Logo

યુક્રેને રશિયાની તેલ રિફાઈનરીઓને બનાવી કર્યો મોટો હુમલો, અનેક જગ્યાએ લાગી ભીષણ આગ

Moscow   2026-06-01 08:39:00
Author: Vimal Prajapati
Article Image

મોસ્કોઃ યુક્રેન અને રશિયા વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે, બંનેમાંથી એક પણ દેશ યુદ્ધને પૂર્ણ કરવા માંગતા નથી. અવાર નવાર એકબીજા પર હુમલાઓ થયા હોવાનું પ્રકાશમાં આવતું રહે છે. હવે ફરી એકવાર યુક્રેને રશિયા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. યુક્રેન રશિયાના તેલ ઠેકાણાને નિશાન બનાવીને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે. રશિયાને આર્થિક રીતે ખતમ કરવા માટે યુક્રેન આવી રીતે ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે. શનિવારે અને રવિવારે રાત્રે યુક્રેને રશિયાની તેલ રિફાયનરીઓ, તેલ પાઈપલાઈન, આયર પંપિંગ સ્ટેશન અને તેલના ભંડાર પર ડ્રોન હુમલો કર્યો હતો. જેના કારણે રશિયાને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સારાતોવ આયર રિફાયનરી પર થયો મોટો ડ્રોન હુમલો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હુમલાના કારણે અનેક જગ્યાએ આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ અંગે યુક્રેની સેનાએ પણ સત્તાવાર માહિતી આપી છે. યુક્રેનની સેનાએ કહ્યું કે, આ ડ્રોન હુમલાઓ વોલ્ગા નદીના કિનારે આવેલી સારાતોવ આયર રિફાયનરીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. હુમલાના કારમે રિફાયનરીના એક મોટા ભાગમાં આગ લાગી ગઈ હતી. આ સાથે કિરોવ ક્ષેત્રમાં આવેલ લાઝારેવો પંપિંગ સ્ટેશન પર પણ યુક્રેની સેના દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, અહીં પણ ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળ્યાં છે. 

હુમલાના કારણે રશિયાને મોટા પ્રમાણમાં નુકસાન થયું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જે પંપિંગ સ્ટેશ પર હુમલો કરવામાં આવ્યો તે યુક્રેનથી 1300 કિમી દૂર છે. આ હુમલાના કારણે રશિયાને મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે. બેલગોરાદ વિસ્તારમાં પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ પણ સત્તાવાર રીતે જાણકારી આપી છે. કહ્યું કે, આ હુમલાઓ રશિયામાં કેટલાય કિમી અંદર જઈને કરવામાં આવ્યાં છે. 

મહત્વની વાત એ છે કે, આ બંને દેશો પાસ હથિયારો પણ મોટા પ્રમાણમાં છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે, તેમના દેશને તાજેતરમાં જર્મની પાસેથી અત્યાધુનિક મિસાઇલ લોન્ચર મળ્યા છે. જોકે, સૈન્યને હવાઈ સંરક્ષણ મિસાઇલોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે - એક એવી પરિસ્થિતિ જેનો રશિયા હુમલા કરવા માટે ઉપયોગ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ ફરી એકવાર સાથી દેશોને વધારાના લોન્ચર અને મિસાઇલો પૂરી પાડવા અપીલ કરી છે. પરંતુ હજી કોઈ પણ દેશ તેના માટે તૈયાર થયો નથી.