Sun Sep 13 2026

Logo

RCBને જીતાડ્યા બાદ કોહલીનું સેલિબ્રેશને સોશિયલ મીડિયા પર બન્યું ચર્ચાનું કેન્દ્ર

2026-06-01 10:18:00
Author: Mayur Patel
RCBને જીતાડ્યા બાદ કોહલીનું સેલિબ્રેશને સોશિયલ મીડિયા પર બન્યું ચર્ચાનું કેન્દ્ર

અમદાવાદઃ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુને  બીજું આઈપીએલ (IPL) ટાઇટલ જીતાડ્યાની થોડી મિનિટો બાદ જ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક અનોખી રીતે જીતની ઉજવણી કરીને ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ સેલિબ્રેશન જોતજોતામાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું હતું. વિનિંગ રન્સ ફટકાર્યા પછી, કોહલી સ્ટેન્ડ્સ તરફ ફર્યો, અને કોઈની તરફ ઈશારો કર્યો હતો. તેણે પોતાના હાથથી કપિંગ મોશન જેવો હાવભાવ કર્યો હતો. જો કે આ સેલિબ્રેશન જાણીજોઈને કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું, પરંતુ તેનો અર્થ તરત જ સ્પષ્ટ થયો ન હતો, જેના કારણે ઇન્ટરનેટ પર વિવિધ અટકળો શરૂ થઈ ગઈ હતી.

થોડી જ મિનિટોમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેન્સ આ અંગે ચર્ચા કરવા લાગ્યા હતા.  તેઓ આ ઈશારાનો અર્થ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણા યુઝર્સે આ સેલિબ્રેશનની ક્લિપ્સ શેર કરીને અન્ય ક્રિકેટ પ્રેમીઓને પૂછ્યું કે શું આમાં કોઈ  સંદેશ હતો કે પછી તે કોઈ ખાસ વ્યક્તિ કે સપોર્ટર્સના કોઈ ચોક્કસ વર્ગ તરફ નિર્દેશિત હતો.

એક યુઝર્સ લખ્યું, શું કોઈ વિરાટના સેલિબ્રેશનનો અર્થ સમજાવી શકે છે? જ્યારે અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું, મેં તેને પહેલા ક્યારેય આવું કરતા જોયો નથી. આની પાછળનો અર્થ શું છે?


કોહલી મેદાન પર તેના જોશીલા અને અભિવ્યક્ત સેલિબ્રેશન માટે જાણીતો છે. તે અવારનવાર ફેન્સ સાથે જોડાવા અથવા તેની કરિયરની મહત્વપૂર્ણ ક્ષણોને યાદગાર બનાવવા માટે આવા ઈશારા કરતો હોય છે.