મુંબઈઃ કરિશ્મા કપૂરની વેબ સિરીઝ 'બ્રાઉન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિરીઝનું ટ્રેલર જોઈને દર્શકોને રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની'ની સિરીઝ ફિલ્મ યાદ આવી ગઈ છે. કરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. એક લાંબા બ્રેક પછી ઓટીટી પ્લેટફોર્મ પર તે અત્યાર સુધીમાં ક્યાકેય ન પ્લે કર્યું હોય એવું પાત્ર પ્લે કરવા માટે તૈયાર છે. કારકિર્દી દરમિયાન, તેણે ઘણી અસાધારણ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને દર્શકોના હૃદયમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. કરિશ્મા કપૂર હાલમાં તેની આગામી વેબ સિરીઝ, 'બ્રાઉન'ને લઈને ચર્ચામાં છે. આ સસ્પેન્સ થ્રિલર સિરીઝનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે.
'બ્રાઉન' એક મર્ડર મિસ્ટ્રી
વેબ સિરીઝ 'બ્રાઉન' માં, કરિશ્મા કપૂર એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. તે ભૂતકાળના રહસ્યો સાથે ઝઝૂમતી વખતે એક હત્યાની તપાસ કરતી ટ્રેલરમાં જોવા મળે છે. કરિશ્મા કપૂરના પાત્રનું નામ રીટા બ્રાઉન છે. તે એક ખૂબ જ શાર્પ, ટેલેન્ટેડ અને ઈન્ટેલિજન્સ પોલીસ અધિકારી છે, જે તેની આસપાસની દુનિયાથી કંટાળી ગઈ છે. તે દારૂના વ્યસન સામે એક લડાઈ લડી રહી છે, છતાં તે પોલીસ અધિકારી તરીકેની પોતાની ફરજો ખૂબ જ સમર્પણ સાથે નિભાવવાનું ચાલું રાખે છે. કરિશ્મા કપૂર ઉપરાંત, આ સિરીઝમાં હેલન, સોની રાઝદાન, સૂર્યા શર્મા અને જીશુ સેનગુપ્તા જેવા કલાકારો પણ 'બ્રાઉન'માં જોવા મળશે. પરેશ પહુજા, અજિંક્ય દેવ અને આર્યન ભૌમિક પણ આ સિરીઝનો ભાગ છે. 'બ્રાઉન'નું દિગ્દર્શન અભિનય દેવ દ્વારા કરવામાં આવ્યું છે.

યહા કુછ બડા ખેલ ચલ રહા હૈ
જ્યારે તેનું નિર્માણ ઉમેશ કુમાર બંસલે કર્યું છે. 'બ્રાઉન'ની વાર્તા અભિક બરુઆ દ્વારા લખાયેલી પ્રશંસિત નવલકથા 'સિટી ઓફ ડેથ' પર આધારિત છે. આ સિરીઝ 5 જૂન, 2026 ના રોજ ZEE5 પર સ્ટ્રીમ થવાની છે. સ્ટોરી પશ્ચિમ બંગાળના કૉલકાતાથી શરૂ થાય છે. સિરીઝના ડાયલોગ પણ દમદાર છે. હર કેસમાં કમ સે કમ એક તો ક્લુ હોતા હી હૈ. ડાયલોગ અને સીનમાં દમ છે પણ સિરીઝ ક્યાંક ગ્રે શેડમાં વધારે શૂટ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. કૉલકાતાની લોકાલિટી અને લેંગ્વેજની ફીલ માણી શકાય એવી છે. મર્ડ્રર મિસ્ટ્રીમાં સસ્પેંસ શું છે એ તો બ્રાઉન રીલિઝ થયા બાદ ખ્યાલ આવશે. વિષયમાં સિરિયલ કિલિંગ કેન્દ્રમાં છે પણ જે રીતે એક ક્નેક્શન બને છે અને નેટવર્ક કલ્પી ન શકાય એવું છે ત્યારે સૌની નજર કરિશ્માના રોલની સાથે એની ટીમ પર વધારે ફોક્સ થાય છે. યહા કુછ બડા ખેલ ચલ રહા હૈ જેવા ડાયલોગથી ટ્રેલર તો અલગ દિશામાં જાય જ છે. પણ સિરીઝની સેન્ટ્રલ સ્ટોરી કઈ છે એ તો પછી ખ્યાલ આવશે.