Sat May 30 2026

Logo

આગામી 30 ઑક્ટોબર સુધી રૂ પરની આયાતજકાત માફ

2026-05-30 19:56:58
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સરકારે આજે આગામી પાંચ મહિના સુધી અર્થાત્‌‍ આગામી 30મી ઑક્ટોબર, 2026 સુધી રૂ પરની આયાત જકાત માફ કરી છે. આજે નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આગામી પહેલી જૂનથી અમલી બને તેમ પાંચ મહિના સુધી રૂ પરની આયાતજકાત માફ કરવામાં આવી છે. ડ્યૂટીમાં આપવામાં આવેલી માફીને પગલે સ્થાનિકમાં ખાસ કરીને ભારતીય ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં રૂની ઉપલબ્ધિતામાં વધારો થશે. 

કામચલાઉ ધોરણે આપવામાં આવેલી આ ડ્યૂટી મુક્તિથી ટેક્સ્ટાઈલ અને એપરલ ક્ષેત્રના ઈનપૂટ ખર્ચમાં ઘટાડો થવાની અને લક્ષ્યાંકિત ઉત્પાદકો અને ગ્રાહકોને રાહત મળશે. તેમ જ ખેડૂતોના હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એકંદરે આ પગલાની સ્થાનિક ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં ખાસ કરીને નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગની કામગીરી પર સકારાત્મક અસર થવાની ધારણા છે. તેમ જ આ પગલાંથી બજારમાં રૂની વધુ સારી ઉપલબ્ધિતા સુનિશ્ચિત થશે, એમ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.