Mon Jun 01 2026

Logo

NEET 2026 પુન: પરીક્ષા પેન- પેપર મોડમાં જ યોજવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

2026-06-01 15:40:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: NEET 2026 પેપર લીક બાદ તેની પુન: પરીક્ષા 21 જૂનના રોજ યોજાનારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ પરીક્ષા પેન-પેપર મોડમાં જ યોજવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે NEET 2026ની પુન: પરીક્ષા પરીક્ષા કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT)મોડમાં લેવાની અરજી નકારી કાઢી છે. 

સાંસદ સુધાકર સિંહ  દ્વારા અરજી  દાખલ કરાઇ 

ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની  બેન્ચે  આરજેડી સાંસદ સુધાકર સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારના વકીલે NEET ની પુન: પરીક્ષા કમ્પ્યુટર-આધારિત મોડમાં કરાવવાની માંગ કરી હતી.

પરીક્ષાની પધ્ધતિમાં બદલાવ કરવો અશક્ય

બેન્ચે કહ્યું કે પરીક્ષા રદ થયા બાદ ફરીથી  યોજવામાં આવી રહી છે. એજન્સીઓ અનેક પ્રકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. તેથી હાલના સમયમાં પરીક્ષાની પધ્ધતિમાં બદલાવ કરવો અશક્ય છે. 

અરજીમાં ચાર ફેરફારોની માંગ કરવામાં આવી

આ ઉપરાંત આ અરજીમાં ચાર ફેરફારોની માંગ કરવામાં આવી છે. જેના નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ને બદલવા માટે એક સ્વતંત્ર વૈધાનિક રાષ્ટ્રીય પરીક્ષણ સત્તામંડળની સ્થાપના કરવી જોઈએ. તેમજ  ઇસરોના ભૂતપૂર્વ વડા કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિની ભલામણોનો અમલ કરવો જોઈએ.


ડિજિટલ પરીક્ષા માળખું મજબૂત બનાવવું જોઈએ

બાયોમેટ્રિક ચકાસણી, એઆઈ આધારિત દેખરેખ, એન્ક્રિપ્ટેડ ડિજિટલ પ્રશ્નપત્ર સિસ્ટમ અને પ્રશ્નપત્રોના સુરક્ષિત ડિજિટલ સંગ્રહ જેવા પગલાં અપનાવવા જોઈએ. તેમજ NEET ને સંપૂર્ણપણે કમ્પ્યુટર-આધારિત પરીક્ષામાં રૂપાંતરિત કરવા માટે એક યોજના બનાવવાની જરૂર છે. આ ઉપરાંત  પરીક્ષા કેન્દ્રોનું  માળખું, સાયબર સુરક્ષા પ્રોટોકોલ અને ડિજિટલ પરીક્ષા માળખું મજબૂત બનાવવું જોઈએ.

સીબીઆઈ તપાસનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો માંગ 

પેપર લીક કેસની સીબીઆઈ તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો જોઈએ. આ ઉપરાંત  સૂચન કરવામાં આવ્યું છે કે કોઈપણ અનિયમિતતાની ઓળખને સરળ બનાવવા માટે પરીક્ષાના પરિણામો કેન્દ્રવાર ધોરણે જાહેર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે,  NEET-UG પરીક્ષા દેશ 3 મેના રોજ યોજાઈ હતી. તેમજ  7 મેના રોજ સાંજે પેપર લીક થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જેની બાદ  12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેમજ પુન: પરીક્ષા  21 જૂનના રોજ લેવામાં આવશે.