Sun May 31 2026

Logo

સાત્વિક-ચિરાગની જોડીએ સિંગાપોરમાં ચૅમ્પિયનમાં રચ્યો ઇતિહાસ

Bangkok   2026-05-31 17:49:33
Author: Ajay Motiwala
Article Image

બેંગ્કૉકઃ પુરુષોની બૅડમિન્ટનમાં ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પહેલી જ વખત સિગાપોર ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે.

વાસ્તવમાં ડબલ્સમાં આ ટૂર્નામેન્ટ જીતનાર તેઓ ભારતની પ્રથમ જોડી છે. તેમણે રવિવારે ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ફયાર અલફિયાન અને મુહમ્મદ ફિકરીને 18-21, 21-17, 21-16થી હરાવી દીધા હતા.

એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ચૅમ્પિયન સાત્વિક-ચિરાગ (Satwik-Chirag)ની જોડીએ એક કલાક અને 13 મિનિટ સુધી ચાલેલી આ મૅચમાં પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ જોરદાર કમબૅક કરીને બાકીની બન્ને ગેમ થોડી આસાનીથી જીતી લીધી હતી.

2024માં સાત્વિક-ચિરાગ થાઇલૅન્ડ (Thailand) ઓપન જીત્યા ત્યાર બાદ ચાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા, પણ ચારેયમાં પરાજિત થતાં રનર-અપ રહ્યા હતા.