ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે એટીએફ સસ્તું કર્યું, ડોમેસ્ટિક એટીએફમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો પ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વના સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે વપરાતા જેટ ફ્યુઅલ (એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જૂન મહિનાની સમીક્ષામાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે જેટ ફ્યુઅલના ભાવમાં 27 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે એરલાઈન્સના ખર્ચમાં ઘટાડો થશે અને આગામી સમયગાળામાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડામાં ઘટાડાના પણ સકારાત્મક સંકેતો મળી શકે છે. જોકે, ડોમેસ્ટિક ઉડાન માટે એટીએફના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
નવા ભાવ અન્વયે વિદેશી એરલાઈન્સ માટે જેટ ફ્યુઅલના ભાવમાં કિલોલિટરે 400 ડોલરે પહોંચ્યા છે, જે છેલ્લા કેટલાક મહિનાથી વૈશ્વિક માર્કેટમાં ઇંધણના ભાવમાં થનારા વધારાઘટાડાને કારણે એરલાઈન્સના ખર્ચમાં પણ વધારો થયો હતો. હવે કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય વિમાની કંપનીઓને પણ રાહત મળશે.

મે મહિનામાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે એટીએફના ભાવમાં પાંચ ટકાથી વધુ વધારો કરવામાં આવ્યો છે. એના પહેલા એપ્રિલમાં વૈશ્વિક ઇંધણ માર્કેટમાં જેટ ફ્યુઅલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, તેથી જૂનમાં કરેલો ઘટાડો એરલાઈન્સ માટે રાહતના સમાચાર લાવ્યા છે.
જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ઇંધણ સસ્તુ થયું છે, ત્યાં ડોમેસ્ટિક એરલાઈન્સ માટે એટીએફના ભાવ સતત બીજા મહિના દરમિયાન સ્થિર રાખવામાં આવ્યા છે. ડોમેસ્ટિક એવિયેશન કંપનીએ અત્યારે પણ એપ્રિલમાં રાખેલા ભાવથી ઇંધણની ખરીદી કરી રહ્યા છે, જેને કારણે ડોમેસ્ટિક એરલાઈન્સના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નિષ્ણાતોનું માનવું છે કે જેટ ફ્યુઅલ કોઈ પણ એરલાઈનના સંચાલનના કુલ ખર્ચનો મોટો હિસ્સો હોય છે, ત્યારે એટીએફ સસ્તું થવાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. જોકે, ટિકિટના ભાવ અનેક કારણનો સમાવેશ થાય છે, જેમ કે સીટ ઉપ્લબ્ધતા અને વૈશ્વિક પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જોકે, તાત્કાલિક ભાડામાં ઘટાડો કરવાનું પણ ઉતાવળિયું પગલું હશે. આમ છતાં જો આગામી મહિનામાં ઇંધણના ભાવમાં ઘટાડો થઈ શકે તો એરલાઈન્સ કંપનીઓ હરિફાઈને કારણે વધુ સસ્તા થઈ શકે છે.