Sun Sep 13 2026

Logo
IPL 2026:

વિરાટના બાળપણના કોચે કોહલી માટે આપ્યું મોટું નિવેદન: સારી ટેક્નિક પણ જરૂરી

2026-06-01 19:06:43
Author: Mumbai Samachar Team
વિરાટના બાળપણના કોચે કોહલી માટે આપ્યું મોટું નિવેદન: સારી ટેક્નિક પણ જરૂરી

નવી દિલ્હીઃ આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતમાં 42 બોલમાં અણનમ 75 રન બનાવનાર વિરાટ કોહલીના વખાણ કરતા તેના બાળપણના કોચ રાજકુમાર શર્માએ જણાવ્યું છે કે, ક્રિકેટની આ ટૂંકી ફોર્મેટમાં માત્ર પાવર-હિટિંગ જ નહીં, પરંતુ ટેકનિક અને ધીરજ પણ એટલી જ મહત્વપૂર્ણ છે
 
વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માનું માનવું છે કે આઈપીએલ ફાઇનલમાં સ્ટાર બેટ્સમેનના શાનદાર પ્રદર્શનથી સાબિત થયું છે કે ટેકનિક અને ધીરજ ટૂંકા ફોર્મેટમાં પાવર-હિટિંગ જેટલી જ મહત્વપૂર્ણ છે. 

રવિવારે આઈપીએલની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે પાંચ વિકેટની જીતમાં કોહલીએ 42 બોલમાં અણનમ 75 રન કર્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

શર્માએ કહ્યું હતું કે "યુવા ખેલાડીઓ માટે આ એક પાઠ છે કે આ ફોર્મેટ ફક્ત પાવર-હિટિંગ અથવા છગ્ગા મારવા માટે નથી. જો તમારી ટેકનિક સારી હોય તો તમે મોટો સ્કોર કરી શકો છો, અને વિરાટે આજે તે સાબિત કર્યું છે. 

જો તમારી પાસે સારી ટેકનિક અને જુસ્સો હોય અને તમે ધીરજ જાળવી શકો તો તમને સફળતા મળશે. વિરાટ લાંબા સમયથી તેની ફ્રેન્ચાઇઝી તેમજ ભારતીય ક્રિકેટ માટે આ જ કરી રહ્યો છે. તે યુવા ખેલાડીઓ માટે ટી20 ક્રિકેટ કેવી રીતે રમવું તે અંગે એક ઉદાહરણ છે."