નવી દિલ્હી/ઢાકાઃ ભારતના પડોશી દેશને લઈ જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ચર્ચા અચૂક થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશમાં ઊર્જા સંક્ટ ઘેરાય રહ્યું છે અને તેને આ અંગે ભારત સરકાર પાસે મદદ માગી છે.
આ રિપોર્ટ પર વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. આ કારણે ત્યાંના મંત્રી ઈકબાલ હસન મહમૂદે ભારત પાસેથી વધારે ડીઝલ આપવા માટેની અપીલ કરી છે. આ વિષય પર બાંગ્લાદેશની માગ પર ભારત હાલમાં વિચાર કરી રહ્યો છે. બાંગ્લાદેશ સાથે ઊર્જા સહયોગ ચાલી રહ્યો છે. હાલમાં ત્યાં ઊર્જાની માગ ખૂબ વધારે છે.
માહોલ યોગ્ય નથી અત્યારે તમારી જરૂરિયાત રિફાઈનિંગ ક્ષમતા તથા પોતાની પ્રાપ્યતાને ધ્યાનમાં રાખતા કેટલાક મુદ્દાઓ પર વિચાર કરી શકીએ છીએ. જ્યાં સુધી બાંગ્લાદેશની વધારે ઊર્જાની માગ છે તો આના પર અવશ્ય ચર્ચા કરીને નિર્ણય લેવાશે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રામિણ વિસ્તારમાં આઠથી 10 કલાક સુધી પાવરકાપ છે. આ સ્થિતિ વચ્ચે તારિક રહમાનની સરકાર વીજળી બચાવવા માટે મેદાને ઊતરી છે.
ખાસ કરીને શોપિંગ મોલ, દુકાન અને માર્કેટમાં 8 વાગ્યા બાદ દુકાનમાં લાઈટ બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને નાણામંત્રી આમીર ખુસરૂ મહમુદ ચૌધરીએ 16 ઓગસ્ટે ઊર્જા સંકટને ઉકેલવા દેશમાં ઓછામાં ઓછા બે વર્ષ લાગશે એવી વાત કરી હતી. આ સિવાય એક ફ્લોટિંગ એલએનજી ટર્મિનલ બનાવવા માટે તો આશરે દોઢથી બે વર્ષનો સમય જશે. આ માટે તૈયારી શરૂ થઈ ચૂકી છે પણ આ વીજ સંકટ વચ્ચે માહોલ યોગ્ય નથી.
સરકાર પાસે કોઈ વિકલ્પ નહીં
આ માટે અત્યારે આ સંકટનો સામનો કરવો શક્ય નથી. બાંગ્લાદેશમાં વીજળીનો સ્ટોક ખૂટી જવા પાછળનું કારણ સરકાર દ્વારા લોડિંગ શૅડના આદેશ પર પ્રજામાં નારાજગી વધી ગઈ હતી. અનેક એવા જિલ્લાઓમાં વીજળી વિતરણ કંપનીઓ તથા કાર્યાલયની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે પોલીસને ખાસ જવાબદારી સોંપી દેવામાં આવી છે. હકીકત એ પણ છે કે, વીજળીના મામલે બાંગ્લાદેશ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. લોડ શેડિંગને સંભાળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. બાંગ્લાદ સરકારના મંત્રી ત્યાં સુધી કહી રહ્યા છે કે, હાલમાં સરકાર કામ કરી રહી છે. આ સંકટના સમયમાં અમે વ્યક્તિગત રીતે કંઈ કરી શકીએ છીએ એમ નથી. અમારી પાસે હાલમાં બીજો કોઈ વિકલ્પ નથી.