ડૉ. હર્ષા છાડવા
દરેક ઋતુમાં તંદુરસ્ત રહેવા માટે યોગ્ય જીવનશૈલી જરૂરી છે. ખાસ કરીને આહારની બાબતમાંં વધુ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય આહારનું સંતુલન રાખવું જરૂરી છે. વર્ષાઋતુ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. કારણ પાચનક્રિયા મંદ થઇ જાય છે.
વાતાવરણમાં બેકટેરિયા સક્રિય થઇ જાય છે. જેથી વાઇરલ ઇન્ફેક્સનનો ખતરો રહે છે. જે પાચનક્રિયા નબળી અને વાઇરલ ઇન્ફેક્સનના કારણે બીમારી થાય છે. તેમ જ રોગગ્રસ્ત વ્યક્તિના રોગોમાં થોડો વધારો થાય છે. તેથી જ વર્ષાઋતુના સમયમા વ્રતોનું મહત્ત્વ અધિક છે. વ્રતોથી ઘણીય બીમારીને કાબૂ અથવા નાબૂદ કરી શકાય છે. બીમારીમાં વ્રતોથી ઠરવું ન જોઇએ વ્રતોમાં ખાનપાન ઉચ્ચ પ્રકારના હોય છે. તેનો જે પારંપરિક રીતે જ ઉપયોગ કરવાથી ઘણાંય લાભો થાય છે. વ્રતોમાં શુદ્ધ ભોજન બનાવવાની પ્રથા છે. બાહ્ય ભોજનનો ઉપયોગથી વ્રતોનું મહત્ત્વ રહેતું નથી.
વર્ષાઋતુ દરમ્યાન થતાં વ્રતોથી સુગર (ડાયાબિટીઝ) ગેસ્ટ્રિકનો પ્રૉબ્લેમ, શરીરનું ભારેપણું, શરીરના સાંધાના દુખાવા, શરદી, ઉધરસ, હાફચડવી, થકાવટ, પગના દુ:ખાવા જેવી વ્યાધિઓ થોડા જ દિવસોમાં સાજી થઇ જાય છે. તાવ, ઊલટી, ઝાડાઓની વ્યાધિ લાંબાગાળા સુધી થતી નથી. કારણ વ્રતોથી કબજિયાત કે મંદઅગ્નિ થતું નથી. તેથી ઝડપથી સુધારો થાય છે. વ્રતોમાં ઉપવાસ ફકત પાણી પર કે ફકત ફળો પર અથવા ફકત એક ટાઇમ ફરાળની વાનગીઓથી કરવાથી શરીર નવસર્જન થાય છે. તેથી ઘણીયે વ્યાધિઓ આપમેળે જ ઠીક થવા લાગે છે.
ડાયાબિટીઝની વ્યાધિમાં બ્લડ સુગર વધી જાય સેલમાં પણ સુગર ભરાઇ જાય બ્લડમાં સુગરનો સ્ટોક વધી જતા સેલમાં આ સુગર જતી નથી. તેથી લોહીમાં વધી જાય છે. આ વધારાની સુગર લિવરમાં નસોમાં, અને મગજમાં ભરાઇ જાય છે. એક હદ સુધી વધેલી સાકર નુકસાન નથી કરતી, પણ લિવરમાં, નસોમાં અને મગજમાં હદથી બહાર વધતા અલગ અલગ બીમારીઓ થાય છે.
લિવરમાં વધી જતાં કોલેસ્ટ્રોલ વધી જાય, ફેટી લિવર થાય છે જેને કારણે શરીરમાં ભારેપણું, પગ દુખવા, આંખમાં તકલીફ, વાળ ઉતરવા, શરદી થવી વગેરે થાય. નસોમાં સુગર વધતાં યુરિક એસિડ વધે અને સંધિવાત થાય છે. સાંધા દુ:ખાવા થાય. ચાલવું મુશ્કેલ બને. શરીર ભારે થાય. શરીર અક્ક્ડ બનતાં ઊઠવું બેસવું મુશ્કેલ તેમ જ શરીરમાં સોજા આવે. મગજમાં સુગર વધતાં અલ્ઝાઇમરની વ્યાધિ થાય તેમ જ, મગજનું પાણી (વાઇટ મેટર) બગડી જાય. સતત માથાનો દુ:ખાવો રહે છે. આંખમાંથી પાણી આવે. કાનમાં ખંજવાળ આવે છે.
આ બધી વ્યાધિઓથી બચવા માટે વ્રતો કરવા જોઇએ. એક ટાઇમ ખાવાના કારણે શરીર સારી રીતે પાચન કરી શકે છે. લગભગ વીસ કલાક ભૂખ્યા રહેવાથી શરીરમાં જામેલા મિઝલ્સ (એક પ્રકારનો ખરાબ પદાર્થ) નીકળી જાય છે. સુગર પણ કંટ્રોલમાં રહે છે. સુગરને કારણે વારંવાર યુરિન આવે છે. તેના પર કંટ્રોલ થાય છે. વધુ યુરિન આવવાને કારણે શરીર નબળાઇ જણાય છે. તે પણ સારી થાય છે. વધુ યુરિન આવવાના કારણે શરીરના મિનરલ્સ ઓછા થઇ જાય છે તે મિનરલ્સ પણ જળવાઇ રહે છે.
વ્રતોથી દૂર ન જાવું શાંત મનથી કરવા જેથી વગર દવાએ સાજા થઈ જવાય. શ્રાવણ મહિનામાં ઘણાંય વ્રતો આવે છે. જેમ કે મોળાકાત જેમાં એક ટાઇમ નમક વગરનું (અલૂણું) ભોજન કરાય છે. મોરશની ભાજીવાળી રોટલી અને દહી ખવાય જેથી થાઇરોઇડ ગ્રંથિ કાબૂમાં રહે છે. ભવિષ્યમાં થાઇરોઇડ થતો નથી. મોરશની ભાજીવાળી રોટલી અને મૂઠિયા બને છે. મોરશની ભાજીની પોપટી ખૂબ પાવરફૂલ જે થોડા જ દિવસમાં થાઇરોઇડ મટાડી દે છે.
ઘણાંય લોકો આખું શ્રાવણમાસ ફકત સુરણ ખાઇને કરે છે. ફકત એક જ ટાઇમ સુરણ ખાવાથી હરસ મસામાં પડતું લોહી બંધ થાય છે. અને હરસની વ્યાધિ રહેતી જ નથી. તેમ જ નસો ખૂબ જ મજબૂત બને છે. ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામિન-એ, બી-6, પાટેશિયમ અને મેગ્નેશિયમના કારણે પાચન મજબૂત બને છે. વાળની પકડ મજબૂત થાય છે. વજન પણ ઘટી જાય. સુગરને જલદીથી નિયંત્રિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. સૂરણ બાફીને ખાવું તેમાં થોડું ઘી ઉમેરવું જેથી પ્રતિકારક ક્ષમતા વધી જાય. શ્રાવણ માસમાં ફળોનું ખૂબ મહત્ત્વ છે. લગભગ બધા જ પ્રકારના ફળો મળતાં હોય છે.
ફકત ફળો ખાવાથી શરીરનું ભારે પણું રહેતું નથી. બધા જ મિનરલ્સ અને વિટામિન મળી રહે છે. શરીર સ્વાસ્થ્ય એકદમ મજબૂત બની જાય છે. શ્રાવણ માસમાં ફરાળ એટલે કે રાજગરો, સામો, કોદરી, સિંઘોડાનો લોટ, કૂટુના લોટ, સામાના ભાત, શક્કરીયા વગેરે ખાવાથી શરીરમા ફાઇબર અને આર્યન જળવાઇ રહે છે. શરીરની સુગર એકદમ જલદીથી નિયંત્રિત થઇ જાય છે. આ આહારને વધુ મસાલા નાખી ન ખાવા.
ચાતુર્માસમાં પાણી પર ઉપવાસ કરવાથી શરીરની વ્યાધિઓ સમાપ્ત થઇ જાય છે. બહુ લાંબા ઉપવાસ નહીં કરવા (શક્તિ મુજબ કરવા) એક ટાઇમ એટલે એકટાણા (ફકત એક જ ટાઇમ ખાવું) મર્યાદિત વસ્તુઓથી કરવું જેથી શરીર પર વધુ પચાવાનો બોજ ન રહે. શરીરમાં જામેલા મિઝલ્સ નીકળી જાય છે. ચાતુર્માસમાં આવતા વ્રતો અને તહેવારો આપણી માટે વરદાનરૂપ છે. સમજી અને પારંપરિક પદ્ધતિથી કરવા. ભક્તિ સાથે સ્વાસ્થ્ય જળવાય છે.
આ વ્રતો અને તહેવારો કરવાથી ઉમંગ જળવાઇ રહે છે. જીવનમાં આનંદ રહે છે. લોકો સાથે હળવા મળવાથી જે આનંદ મળે છે. તેનાથી પણ વ્યાધિઓથી દૂર રહી શકાય છે. જીવન જીવવાનો ઉત્સાહ વધી જાય છે. જો આપણાં વડીલો આ ગોઠવણ ન કરત તો જીવન બારિંગ અને સુસ્ત થઇ જાય. આનંદની અનુભૂતિ માટે સ્વાસ્થ્ય જાળવી રાખવું મહત્ત્વનું છે.