Tue Jul 07 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની-નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં...

2026-07-07 10:13:00
Author: Mita Bawisi
Article Image

 

મિતા બાવીસી

કમરનો દુખાવો -સંધિવા 

*અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
*સૂંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
*સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.
* ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.

*સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુખાવો  તેમ જ દુખતા સાંધામાં આરામ થાય છે.
*સૂંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલિશ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે અને સાંધાનો દુખાવો પણ મટે છે.
*રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.

*આદુંના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોકી રહી ગઈ હોય તો તો પણ મટે છે. 
*જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે.
*લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.

*ધાણા 10 ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો બનાવી, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે. 
*સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શૂળ મટે છે.
*જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.

*એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
*સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
*દોઢ-બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.

*કોઈપણ પ્રકારનાં શૂળ-પડખાં, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા વખતે બે ચમચી તુલસીનો રસ પી જવો.

*મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ 8-10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથે-પગે થતી કળતર પણ મટે છે.  

*કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.
*તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં રાહત થાય છે.

*દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.

*કૌંચાનાં બીજ એક કિલો લઈ સાંજે પાણીમાં પલાળો. સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે એક ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે. 

*સૂંઠનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે. 
* સાંધાના દુખાવામાં કેરોસિન જરા ગરમ કરી માલિશ કરો.

કમળો

*મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
*મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
*આદુંનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

*સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
*સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.
*એક તોલો હળદરનું ચૂર્ણ ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે.

* શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
*લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
*100થી 200 ગ્રામ દહીંમાં બેથી ચાર ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમાં કમળો મટે છે.

*ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ ને લોહીની ઓછપ દૂર થાય છે.
*કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.
*લીમડાનાં પાનનો રસ તથા મધ સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે.

*હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.
*કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુંનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.
*અરીઠાંનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.

કાકડા

*સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.
*હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
*પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
*હળદર અને ખાંડ એક-એક ચમચી લઈ ફાકી મારવી. તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

*કેળાંની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.
*કાકડા વધ્યા હોય કે ડિપ્થેરિયા થયો હોય તો નાની પીંછી વડે ગળામાં કેરોસીન લગાડવું. કેરોસીન લગાડતાં પહેલાં ને પછી છાશનો ખખડાવીને કોગળો કરવો.

કાનની પીડા

*તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
*આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
* મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.

*તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુખાવો મટે છે.
*તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
*કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.

*નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે. 
*આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે. 
*ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.

*વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
*તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે. 
*કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલનાં ટીપાં નાખવાથી તે મરી જાય છે. 

*સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
*અનાનસ અથવા સંતરાં ખાવાથી કરમ મટે છે.
*એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણા કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે.

ખીલ

*મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
*જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. 
*દૂધની મલાઈ સાથે મીઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. 
*જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. 

*નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
*લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે.
*છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.

*રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોંઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવું. સવારના સાબુથી મોં ધોવું, આ પ્રયોગથી ખીલ મટે છે.
*નાળિયેરનું દૂધ કાળી જીરી સાથે મેળવી-લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

*કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે.

*ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છૂંદીને તેની માલિશ મોઢા પર કરવી, પંદર-વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલદી કોપરેલ લગાડવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે. 

*તુલસીનાં પાનનાં રસમાં લીંબુનો રસ અથવા આદુંનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ ગયા બાદ પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.

*પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
*ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીંજાવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મૂકવાથી ખીલ મટે છે.

*લોબાન, સુખડ અને આમળાંનો પાઉડર મોઢા ઉપર ચોપડીને થોડાં સુકાયા બાદ લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે.
*કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

કફ

*કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
*અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
*દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.
*તુલસીનો રસ 3 ગ્રામ, આદુંનો રસ 3 ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

*એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
*દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે. 
*આદુંનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.

*દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
*રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પા શેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.