સંકલન: સ્મૃતિ શાહ મહેતા
સાઇનસનાં લક્ષણ
* ઘાટું (Dark), પીળું, લીલું, ઘેરું, જાડું પ્રવાહી નાકમાંથી પડે.
* નાક પર સોજો આવવો, રૂંધાઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી.
* નાક તથા નાકની આજુબાજુના ગાલ પર તથા નેણની આજુબાજુમાં દુ:ખાવો થવો અને ત્યાં અડવાથી વધારે દુ:ખાવો થવો.
* સૂંઘવાની તથા સ્વાદની ક્ષમતા ઓછી થવી.
* જડબું, દાંત અને કાનમાં દુ:ખાવો થવો.
* ઉધરસ આવવી તથા ગળામાં દુ:ખાવો થવો.
* શરીરમાં થાકનો અનુભવ થવો.
* મોંમાંથી વાસ અને ઉબકા આવે.
આનાં કારણ
* બેકટેરિયન અને વાઇરલ ઇન્ફેકશનના કારણે.
* એલર્જીના કારણે.
* ઠંડા વાતાવરણની અસરને કારણે.
* નાક-કાનમાં ઇજા થવાથી, તેમાં કાંઇ ખોટ હોવાથી.
સાઇનસમાં આહાર સંબંધી વિવેક :
*શક્ય હોય તો 1થી 2 ઉપવાસ કરવા.
*વિટામિન-સી વાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવો, જેમ કે, મોસંબી, નારંગી, ટમેટાં વગેરે.
*સૂંઠ, મરી, લાલ મરચું, આદું તથા સૂરણ આહારમાં ખાસ લેવાં.
*કાચાં શાકભાજી તથા અનાનસ લેવાં.
*ઉકાળેલું સૂંઠવાળું પ્રવાહી વધુ માત્રામાં લેવું.
*જે વસ્તુની એલર્જી હોય, તે વસ્તુનો ત્યાગ કરવો.
*બને ત્યાં સુધી નીચેની વસ્તુનો ત્યાગ રાખવો. મેંદો, ગળ્યા પદાર્થો, ખાંડયુક્ત જયૂસ, સોડા, અથાણાં, ધૂમ્રપાન, નશીલા પદાર્થ વગેરે.
સાવધાની...
* સાઇનસ 90 ટકા વાયરલ ઇન્ફેકશનના કારણે થતું હોય છે. આથી આ બીમારી દવા વિના પોતાની રીતે જ મટી શકે છે, પરંતુ 10 ટકા વાઇરલમાંથી બેકટેરિયલ થવાની સંભાવના રહેલી છે.
અહીં દર્શાવેલી પરિસ્થિતિ સર્જાય તો ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી, જેમકે...
શરૂઆતના બે-ત્રણ દિવસમાં જ સાઇનસનાં લક્ષણોની સાથે જો તાવ વધારે પડે ત્યારે અને એ દસ દિવસથી વધારે લાંબું ચાલે અને જો સારું થઇ ગયા પછી ફરીથી તરત જ થાય ત્યારે સાઇનસના ઉપચારો:
1 ટમલર ગરમ પાણીમાં નીલગિરિના તેલનાં થોડાં ટીપાં નાખી નાસ લેવો. આ રીતે દિવસમાં 2-3 વાર કરવું.
નેતિ ક્રિયા કરવી
*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું નાખી થોડું ગરમ કરવું. અને તે પાણી 1 નસકોરામાં ધીરે ધીરે રેડવું અને તે બીજા નસકોરામાંથી નીકળી જાય તેવી રીતે માથું ત્રાંસું રાખવું. આ ક્રિયા દિવસમાં 2-3 વાર કરવી.
*1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મધ દિવસમાં 3-4 વાર લેવું.
*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વિનેગર તથા 1 ચમચી મધ નાખી દિવસમાં 3 વાર પીવું.
*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મેથી નાખી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું, અને હૂંફાળું થાય ત્યારે ધીરે-ધીરે પીવું. આમ દિવસમાં 3 વાર કરવું.
*1 ગ્લાસ પાણીમાં 10 ગ્રામ આદુંના ટુકડા નાખી ઉકાળવું. ત્યારબાદ નીચે ઉતારી તેમાં 2 ચમચી મધ નાખી ધીરે-ધીરે પીવું. દિવસમાં 3 વાર આ પ્રક્રિયા કરવી.
*1 ચમચી સરસવના દાણા 1 ગ્લાસ પાણીમાં નાખી, અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ઠંડું કરી ગાળી લેવું અને તેના 3-4 ટીપાં બંને નસકોરામાં નાખવાં.