ગાંધીનગરઃ ઠાકોર સમાજના સમૂહ લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેતા હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ કે, વહુને દીકરી માનીને આદર પ્રેમ આપવો જોઈએ. ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વાા આયોજિત 35માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં હર્ષ સંઘવીએ કહ્યું, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચે હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે.
તેમણે કહ્યું, ઠાકોર સમાજના યુવાનોના વિકાસ અને મજબૂત નેતૃત્વ સકરાનું મુખ્ય ધ્યેય છે. તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળથી શરૂ થયેલી વિકાસ યાત્રા આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રોકેટ ગતિએ આગળ વધી રહી છે.
ગાંધીનગરના નાસ્મેદ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં રહીને ૫૧ નવ વિવાહિત યુગલોને આશીર્વાદ આપીને શ્રેષ્ઠ અને આનંદપૂર્ણ દામ્પત્યજીવન માટે શુભકામનાઓ પાઠવી.
— Harsh Sanghavi (@sanghaviharsh) March 8, 2026
સમૂહ લગ્નના પ્રેરક અને સુંદર આયોજન બદલ સર્વે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/NoBfSIbrzV
લગ્ન બાદ ઘરે પધારેલી વહુને દીકરી માનીને આદર પ્રેમ આપજો
સામાજિક પરિવર્તન અને શિક્ષણ પર ભાર મુકતા તેમણે દીકરાઓની માતાઓને વિનંતી કરતા જણાવ્યું કે, લગ્ન બાદ ઘરે પધારેલી વહુને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપજો. આ ઉપરાંત તેમણે સામાજિક દષણો દૂર કરવા અને સરકારના સહયોગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા.
સમાજ અગ્રણીઓને ટકોર
આ ઉપરાંત હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીમાં સીધી મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના હતા, જે આજે વાસ્તવિક બન્યા છે. છેવાડાનો કોઈ પણ પરિવાર આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સમાદના અગ્રણીઓની છે.