Tue Sep 01 2026

Logo

અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે, જન્માષ્ટમી અમદાવાદમાં ઉજવશે

2026-08-31 20:00:41
Author: Pooja Shah
અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે, જન્માષ્ટમી અમદાવાદમાં ઉજવશે

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ગયા અઠવાડિયે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાં અને ધાર્મિક ઉજવણીમાં ભાગ લેશે. 

૪ સપ્ટેમ્બરના રોજ, અમિત શાહ અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીમાં હાજરી આપશે. તેઓ વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.

આ ઉપરાંત, કેન્દ્રીય સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. તેઓ દેશની પ્રથમ એલએનજી-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ડેમૂ ટ્રેનના લોન્ચ કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જે સાબરમતી રેલ્વે સ્ટેશનથી કાર્યરત થવાની છે. આ સાથે અન્ય લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.