વોશિંગ્ટન: તિબેટ અને નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 900 થી વધુ લોકોના મોત થયા છે. તેમજ 4000 થી વધુ લોકો ગુમ છે. જેની બાદ હવે યુએન દ્વારા નિવેદન આપવામા આવ્યું છે. જેમાં કહ્યું છે કે ક્લાઇટમેટ ચેન્જ હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્ર પર મોટો ખતરો છે.
હિન્દુ કુશ-હિમાલય પ્રદેશ પર ખતરો
યુએન ક્લાઇમેટ ચીફ સિમોન સ્ટીલે જણાવ્યું છે કે નેપાળ-ચીન સરહદ નજીક ગ્લેશિયર તૂટી પડવા અને અચાનક પૂરની દુર્ઘટના પર્વતીય વાતાવરણ ખાસ કરીને હિન્દુ કુશ-હિમાલય પ્રદેશ કેટલું ખતરનાક હોઈ શકે છે તેનાથી અવગત કરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સમુદાયો અને વૈજ્ઞાનિકો વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે કે ક્લાઈમેટ ચેન્જ કારણે હિન્દુ કુશ-હિમાલય પ્રદેશ ખતરાનો સામનો કરી રહ્યો છે.
પૃથ્વીના તાપમાનમાં સતત વધારો
તિબેટ અને નેપાળમાં પૂર અંગે જણાવતા સ્ટીલે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે કોલસો, તેલ અને ગેસનો ભારે ઉપયોગ ગરમી ઉત્પન્ન કરી રહ્યો છે. આના કારણે આબોહવા ગરમ થઈ રહી છે. જેના કારણે વિશ્વભરમાં આવી આફતો અને સમાન ઘટનાઓની શક્યતા વધી રહી છે. આ ઘટનાઓનો ભોગ સંવેદનશીલ સમુદાયો ભોગવે છે. સ્ટીલે જીવાશ્મ ઈંધણથી નવીનીકરણીય ઊર્જા તરફ ઝડપી વૈશ્વિક સંક્રમણ અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે વધુ રોકાણની જરૂરિયાત પર ભાર મૂક્યો.
નેપાળમાં મોટાપાયે જાનમાલનું નુકશાન
જેમાં 26 ઓગસ્ટના રોજ તિબેટથી વિનાશક પૂર આવ્યું ત્યારે નેપાળના રાસુવા, નુવાકોટ, ત્રિશુલી અને દેવીઘાટ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઇ હતી. જેમાં મોટા પાયે જાનમાલનું નુકશાન થયું છે.