Wed Sep 09 2026

Logo

હરમનપ્રીતે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટની એવી ખેલાડી બની જેણે...

2026-02-19 22:58:34
Author: Ajay Motiwala
હરમનપ્રીતે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટની એવી ખેલાડી બની જેણે...

નવી દિલ્હીઃ ભારતની મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર ખેલાડી બની છે. તે ગુરુવારે 356મી મૅચ રમી હતી અને એ સાથે તેણે ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સનો 355 મૅચનો વિશ્વવિક્રમ (world record) તોડી નાખ્યો હતો.

આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાની એલીસ પેરી 349 મૅચ સાથે ત્રીજા નંબરે અને ભારતની ભૂતપૂર્વ ખેલાડી મિતાલી રાજ 333 મૅચ સાથે ચોથા સ્થાને છે.

ઇંગ્લૅન્ડની શાર્લોટ એડવર્ડ્સ 309 મૅચ સાથે પાંચમે છે. હરમનપ્રીતે (Harmanpreet Kaur) 2009માં ડેબ્યૂ કર્યું હતું. તેની 356 મૅચમાં છ ટેસ્ટ, 161 વન-ડે અને 189 ટી-20નો સમાવેશ છે.

દરમ્યાન, ગુરુવારે કૅનબેરામાં ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ (5/163) સામેની બીજી ટી-20માં ભારતીય મહિલા ટીમ (9/144)નો 19 રનથી પરાજય થતાં સિરીઝ 1-1ની બરાબરીમાં થઈ હતી.