અમદાવાદઃ ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. જેના કારણે આગામી દિવસોમાં વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
10 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદાર, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગર, અરવલ્લીના ઘણી સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદમાં કેટલાક સ્થળોએ હવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

11 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

12 ઓગસ્ટના રોજઃ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ભરૂચ, નર્માદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

13 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

14 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

15 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 15 ઓગસ્ટ સુધીના પૂર્વાનુમાન દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ અતિભારે વરસાદનું ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ વીજળી અને તેજ પવનને ધ્યાને રાખીને નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરમાં 0.79 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.59 ઇંચ વરસાદ વરસ્યો હતો. 27 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.