Fri Sep 04 2026

Logo

રાજ્યમાં 150થી વધુ સિનિયર જજની બઢતી-બદલી, 86ને સેશન્સ ડિવિઝનમાં મુકાયા,

2026-08-07 12:49:00
Author: Mayur Patel
રાજ્યમાં 150થી વધુ સિનિયર જજની બઢતી-બદલી, 86ને સેશન્સ ડિવિઝનમાં મુકાયા,

અમદાવાદઃ ગુજરાત ન્યાયતંત્રમાં વહીવટી સરળતા અને કામગીરીને વધુ ઝડપી બનાવવાના હેતુથી મોટા પાયે બદલી અને બઢતીના આદેશો કરવામાં આવ્યા છે. 67 ડિસ્ટ્રિક્ટ જજ, 63 સિવિલ જજ તથા 63 સિનિયર સિવિલ જજની પણ અન્ય સ્થળે બદલી કરાઈ છે. કુલ મળીને 156 સિનિયર જજની બદલી કરવામાં આવી છે. તમામને 17 ઓગસ્ટ સુધી તેમને ચાર્જ સંભાળી લેવા આદેશ કરાયો છે.

67 ડિસ્ટ્રિક્ટ જજની જિલ્લા ફેર બદલી કરાઈ છે, જ્યારે 57 જજને પ્રમોશન સાથે બદલી મળી છે. આ ઉપરાંત 86 જજોને સેશન્સ ડિવિઝનમાં મુકાયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 17, વડોદરામાં 11 અને અમદાવાદમાં 9 જજ સામેલ છે.

26 સિનિયર સિવિલ જજની આંતર-જિલ્લા બદલી થઈ છે, જ્યારે 79 જજોને પ્રમોશન આપવામાં આવ્યું છે. એક જ જિલ્લાની અદાલતોમાં આંતરિક બદલી પામનારાઓમાં અમદાવાદ 37 જજ સાથે મોખરે છે. 

63 સિવિલ જજની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરાઈ છે. આ સિવાય રાજકોટ અને સુરતમાં 6-6, કચ્છ અને મહેસાણામાં 3-3 સહિત વિવિધ જિલ્લાઓમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
 

ન્યાયતંત્રમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં બદલીઓ અને બઢતીના આદેશ થતાં કોર્ટ કામગીરીમાં વહીવટી સ્તરે મોટા ફેરફારો જોવા મળશે.