Sat Jun 20 2026

Logo

વિરાટ વિશે જર્મન મહિલા મૉડલનો ચોંકાવનારો દાવો

2026-05-13 11:47:00
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુ: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)નો પીઢ ખેલાડી વિરાટ કોહલી હમણાં ફોર્મમાં નથી અને સોશ્યલ મીડિયા પર તેની ઑફ-ફીલ્ડ પ્રવૃત્તિઓ ચર્ચામાં છે ત્યારે જર્મનીની ચર્ચાસ્પદ જાણીતી મહિલા મૉડલે વિરાટ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.

જર્મનીની લિઝલાઝ (LIZLAZ) જાણીતી ઇન્ફ્લુએન્સર અને સિંગર પણ છે. તેનો એવો દાવો છે કે ‘તાજેતરમાં કેટલાક પત્રકારોએ મને પૈસા ઓફર કર્યા હતા જેના બદલામાં તેઓ ઇચ્છતા હતા કે હું જાહેરમાં વિરાટ કોહલી (Kohli)ને બદનામ કરતા નિવેદનો આપું.'

લિઝલાઝનો એવો પણ દાવો છે કે આ પત્રકારોએ તેને વિરાટ વિશે જાહેરમાં ખોટા આક્ષેપો કરવા કહ્યું હતું.

થોડા સમય પહેલાં જ લિઝલાઝની એક પોસ્ટને વિરાટના કથિત અકાઉન્ટ પરથી લાઈક કરવામાં આવી એને પગલે લિઝલાઝ ન્યૂઝમાં ચમકી હતી. તેણે તાજેતરના દાવા વિશે વધુમાં કહ્યું કે ‘મેં પત્રકારોને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે હું વિરાટ વિશે કંઈ પણ ખોટા આક્ષેપો નહીં કરું. મેં તેમને સંભાળાવી દીધું કે હું શું કામ વિરાટ વિશે ખોટી વાતો ફેલાવું?'

લિઝલાઝનું કહેવું છે કે ‘ વિરાટને ટાર્ગેટ કરવાનો તેનો કોઈ જ ઇરાદો નથી અને તે મારા ફેવરિટ ક્રિકેટરોમાંથી એક છે. હું ક્યારેય ખોટી પબ્લિસિટી માટે કે પૈસા માટે ખોટા કામ ન કરું.'