Thu Jan 29 2026

Logo

White Logo

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે પંજાબમાંથી ચાર આતંકીઓ ઝડપાયા, અઢી કિલોગ્રામ RDX ઝડપાયું...

5 days ago
Author: Chandrakant Kanoja
Video

Punjab DGP Gaurav Yadav


દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે પંજાબમાંથી આઈએસઆઈ સમર્થિત ચાર આતંકીઓ ઝડપાયા છે. તેમની પાસેથી અઢી કિલોગ્રામ RDX અને બે ગેરકાયદે પિસ્તોલથી બનેલું એક શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ જલંધરના સંયુક્ત ઓપરેશનમાં હોશિયારપુર પોલીસે પ્રતિબંધિત સંગઠન  બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. 

બધા આરોપીઓ નવાંશહર જિલ્લાના રાહોં વિસ્તારના 

આ અંગે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દિલજોત સિંહ, હરમન સિંહ ઉર્ફે હેરી ઉર્ફે હેરી, અજય ઉર્ફે મેહરા અને અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ કંડોલા તરીકે થઈ છે. આ બધા આરોપીઓ નવાંશહર જિલ્લાના રાહોં વિસ્તારના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા વિસ્ફોટકોનો ઉપયોગ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલા માટે કરવાનો હતો.

પાકિસ્તાનથી દાણચોરી કરીને વિસ્ફોટક લાવ્યા હતા 

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનથી દાણચોરી કરીને આવતા વિસ્ફોટકો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ માહિતીના આધારે જાણવા મળ્યું છે કે  રાહોન વિસ્તારના આ શંકાસ્પદોને પ્રજાસત્તાક દિવસ દરમિયાન મોટો હુમલો કરવા માટે શસ્ત્રો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં આવ્યા હતા. આ  શંકાસ્પદો ઘણા દિવસોથી છુપાયેલા હતા  અને નક્કર માહિતી મળ્યા બાદ, તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સરહદ પારથી શસ્ત્રો મોકલીને આ મોડ્યુલ સ્થાપિત કર્યું હતું

હોશિયારપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ મલિકે જણાવ્યું હતું કે વિદેશ સ્થિત બબ્બર ખાલસાના કાર્યકરોએ ફિરોઝપુર અને અમૃતસર ગ્રામીણ વિસ્તારોમાં સરહદ પારથી  શસ્ત્રો મોકલીને આ મોડ્યુલ સ્થાપિત કર્યું હતું. આ મામલાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. આ તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.