અમદાવાદઃ અહીં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ગુજરાત ટાઇટન્સ (જીટી) વચ્ચે જે મુકાબલો છે એમાં જો મુંબઈ જીતશે તો ટીમમાં નવા પ્રાણ પુરાશે, જ્યારે ગુજરાત જીતશે તો એનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થઈ જશે, કારણકે ખાસ કરીને એના સુકાની શુભમન ગિલ અને વિકેટકીપર જૉસ બટલરની જોડીએ ગુજરાતની ટીમને એક પછી એક વિજય અપાવીને ટૉપ-ઑર્ડરની નજીક લાવી દીધી છે. બીજી તરફ, મુંબઈના સાઉથ આફ્રિકન વિકેટકીપર બૅટ્સમૅન ક્વિન્ટન ડિકોકને આ વખતે (16મી એપ્રિલે) પહેલી જ વખત રમવાનો મોકો મળ્યો અને તેણે પંજાબ સામે સેન્ચુરી (અણનમ 112) ફટકારીને જોરદાર એન્ટ્રી મારી છે.
હેડ-ટુ-હેડ મુકાબલા
મુંબઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ મૅચ રમાઈ છે જેમાંથી પાંચ ગુજરાતે અને ત્રણ મુંબઈએ જીતી છે.
— Gujarat Titans (@gujarat_titans) April 18, 2026
મુંબઈની સતત ચાર મૅચમાં હાર
મુંબઈની ટીમ ફક્ત પાંચમાંથી એક મૅચ જીતી છે અને સતત ચાર હારી છે. માત્ર બે પૉઇન્ટ સાથે આ ટીમ સાવ તળિયે છે. ગુજરાતની ટીમ પાંચમાંથી ત્રણ મુકાબલા જીતીને છ પૉઇન્ટ સાથે પાંચમા નંબરે છે. ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં પાંચ મૅચમાં 25માંથી ફક્ત 13 ખેલાડીઓને રમાડ્યા છે, જ્યારે મુંબઈના 17 ખેલાડી આ વખતે રમી ચૂક્યા છે.
The support system behind that comeback knock by Quinny 💙🫶 pic.twitter.com/t5EH6JK0Oa
— Mumbai Indians (@mipaltan) April 17, 2026
બંનેના ફાસ્ટ બોલર વચ્ચે સરખામણી
ગુજરાતે આ વખતે તમામ મૅચોમાં એકસમાન ફાસ્ટ બોલર (મોહમ્મદ સિરાજ, કૅગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અશોક શર્મા)નો ઉપયોગ કર્યો છે. બીજી તરફ, મુંબઈના ત્રણ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર અને હાર્દિક પંડયાના પર્ફોર્મન્સ તમામ ટીમોમાં સૌથી નબળા રહ્યા છે.
બુમરાહને આજે હોમ-ગ્રાઉન્ડમાં ચમકવાનો મોકો
મુંબઈની ટીમ રોહિતની સાથળની ઈજાને કારણે ચિંતામાં છે ત્યાં સૂર્યકુમાર તેમ જ તિલક વર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નબળા ફૉર્મને લીધે મુસીબતમાં છે. બુમરાહ પાંચ મૅચમાં કુલ 19 ઓવરમાં એક પણ વિકેટ નથી લઈ શક્યો. જોકે આજે બુમરાહ હોમ-ગ્રાઉન્ડ અમદાવાદમાં રમવાનો ફરી મોકો મળશે તો ચમકી જશે એવી આશા છે.
રોહિતે ગઈ કાલે થાઇ-પૅડ લગાવીને ખાસ સાવચેતી સાથે પ્રૅક્ટિસ કરી હતી. તેને સાથળમાં ઇજા થઈ છે.
Sorry Ryan, that yorker was so good we had to post it 💙😅 pic.twitter.com/EVcxrBUFsI
— Mumbai Indians (@mipaltan) April 19, 2026
બન્નેની સંભવિત ટીમ:
ગુજરાત: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવાટિયા, એમ. શાહરુખ ખાન, રાશીદ ખાન, મોહમ્મદ સિરાજ, કૅગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને (12મો પ્લેયર) અશોક શર્મા
મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, શેરફેન રુધરફર્ડ, મિચલ સેન્ટનર/અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બૉલ્ટ/કૉર્બીન બોશ્ચ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને (12મો પ્લેયર) દીપક ચાહર.