Tue Sep 15 2026

Logo

ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડના ધમાકા જોવા તૈયાર થઈ જાઓ

New York   2026-06-28 21:36:41
Author: Ajay Motiwala
ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડના ધમાકા જોવા તૈયાર થઈ જાઓ

ન્યૂ યૉર્કઃ 23મા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં રોમાંચક લીગ રાઉન્ડ પૂરો થયા બાદ હવે 32 ટીમ વચ્ચેના નૉકઆઉટ રાઉન્ડની રસાકસી શરૂ થઈ રહી છે. શરૂઆતમાં ખાસ કરીને સોમવાર, 29મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાથી) દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ અને એશિયાની જાણીતી ટીમ જાપાન વચ્ચે મુકાબલો થશે.

બ્રાઝિલની ટીમ નેમાર બાદ હવે વિનિસિયસ જુનિયરના સુપર પર્ફોર્મન્સને લીધે ટાઇટલ માટે ફેવરિટ બની છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલ અને લિયોનેલ મેસીના આર્જેન્ટિનાની અલગ-અલગ હરીફ સામેની મૅચને હજી ચાર-પાંચ દિવસનો સમય છે, પણ એ પહેલાં કેટલાક અપસેટ જોવા મળી શકે.

વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં કોણ કોની સામે રમશે?

(નોંધઃ ટાઇમિંગના તમામ આંકડા ભારતીય સમય મુજબના છે)