Sat Mar 14 2026

Logo

દેવનાર ડપિંગ ગ્રાઉન્ડમાં જૂન ૨૬ સુધી કચરામાંથી વીજળી બનવાનું શરૂ થશે: દરરોજ ૬૦૦ ટન કચરા પર પ્રક્રિયા થશે

2 weeks ago
Author: Sapna Desai
Article Image

(અમારા પતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાના ૨૦૨૬-૨૭ ના બજેટમાં દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં  મહત્વાકાંક્ષી કચરા-થી-ઊર્જા (વેસ્ટ ટુ એર્નજી) પ્લાન્ટ જૂન ૨૦૨૬ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ મૂળ ઓક્ટોબર ૨૦૨૫ માં પૂર્ણ થવાનો હતો. એકવાર કાર્યરત થયા પછી, સુવિધા દરરોજ ૬૦૦ ટન કચરા પર પ્રક્રિયા કરશે અને સાત મેગાવોટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે, જે મુંબઈના  કચરા વ્યવસ્થાપન અને ઊર્જા લક્ષ્યને પાર પાડવામાં મદદ મળશે.

પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ  વિભાગ હેઠળ, ચાલુ પ્રોજેક્ટ કાર્યો માટે ૨૦૨૫-૨૬ ના સુધારેલા અંદાજમાં  ૩૬૪.૬૨ કરોડ રૂપિયાની  જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં, મુંબઈમાં  કચરા વ્યવસ્થાપન  માટે રૂ. ૫૮૦.૮૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ...
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે, ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં ૪૮.૧૩ લાખ મેટ્રિક ટન કચરા પર  પ્રક્રિયા કરવામાં આવી છે, અને બાકીના બાવીસ લાખ મેટ્રિક ટન માર્ચ ૨૦૨૬ સુધીમાં સાફ થવાની ધારણા છે, જેનાથી લગભગ ૨૪ હેક્ટર જમીનનો પુનર્વસન શક્ય બનશે.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ...
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે, પાલિકાએ મહાનગર ગેસ લિમિટેડ સાથે પ્રતિ દિન ૫૦૦ ટન સુધીના ઘન કચરાની પ્રસ્તાવિત ક્ષમતા સાથે બાયો- સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. વધુમાં, દેવનાર ખાતે ૧૮૫ લાખ મેટ્રિક ટન  કચરાનું બાયોરેમીડિયેશન ચાલી રહ્યું છે, જે  ૧૧૦ હેક્ટરમાં   ૩૦૩૫.૫૫ કરોડ, ચાલી રહયું છે અને માર્ચ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ  છે.

બાંધકામ અને ડિમોલિશન (સી એન્ડ ડી) કચરો 
સીએન્ડડી  કચરાના વ્યવસ્થાપન માટે પાલિકાએ દાઇઘર અને દહિસર ખાતે બે પ્રતિ દિન ૬૦૦ ટન પર પ્રોસેસિંગ કરવાની  સુવિધાઓ સ્થાપિત કરી છે, જેણે નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૨.૩૦ લાખ મેટ્રિક ટનથી વધુ કાટમાળ પર પ્રક્રિયા કરી છે. વધુમાં, વર્સોવા અને ગોરાઈ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનોનું આધુનિકીકરણ કરી તેની કાર્યક્ષમતા વધારવા માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જે જાન્યુઆરી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.