Sat Sep 12 2026

Logo

વિરારમાં અગરબત્તીની ફેકટરીમાં ભીષણ આગ

2026-08-17 21:23:08
Author: Sapna Desai
વિરારમાં અગરબત્તીની ફેકટરીમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિરાર (પૂર્વ)માં એચડીએલ વિસ્તારમાં આવેલી એક અગરરબત્તીનું ઉત્પાદન કરનારી ફેકટરીમાં સોમવારે સવારના ભીષણ આગ ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો હતો. આગને કારણે મોટા પ્રમાણમાં નીકળેલા ધુમાડાના દૂર દૂર સુધી દેખાતા હતા. સ્થાનિક નાગરિકોની સાથે જ કંપનીમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું.

આગની જાણ થતા વસઈ-વિરાર મહાનગરપાલિકાની ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે સવારના પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે સવારના આગ લાગી હતી. ફેકટરીમાં અગરબત્તીનું ઉત્પાદન થતું હોવાથી મોટા પ્રમાણમાં રો-મટિરિયલ હોવાથી આગને નિયંત્રણમાં લાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું પણ અગરબત્તીની ફેકટરીને આગને પગલે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.