Mon Jul 06 2026

Logo

આરોગ્ય પ્લસઃ કાન-નાક-ગળું... સંભાળજો!

2026-06-30 09:22:00
Author: Smruti Shah Mehta
Article Image

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

બાહ્ય વાતાવરણના સીધા સંપર્કમાં આવતા શારીરિક અંગોમાં કાન, નાક અને ગળું મુખ્ય છે. આજે હવાનું પ્રદૂષણ વધવાને કારણે નાક તથા ગળાની બીમારીઓનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.

તેમાં પણ આજના યુગમાં કાનની બહેરાશનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેનું મૂળ કારણ અવાજ પ્રદૂષણ છે. અવાજ પ્રદૂષણ એટલે બિનજરૂરી અને વધુ પડતો અવાજ કાનમાં જવો. આજે લોકોને ધીમા અવાજે સાંભળવાની ટેવ જ નથી. તેમા
ં પણ અવાજ પ્રદૂષણમાં ભારતનાં અમુક શહેરો વિશ્ર્વમાં સહુથી આગળ સ્થાન ધરાવે છે. તેના મુખ્ય કારણો આ  મુજબ છે : 

*ટ્રાફિક પ્રદૂષણ. જેવા કે, વાહનોના વિચિત્ર, બિનજરૂરી અને વધુ પડતા અવાજવાળા હોર્ન.
*જાહેર પ્રોગ્રામોના સ્પીકરો. જેમ કે, રેલીઓ, બેન્ડવાજા, ડીજે, પ્રવચનો, ડાયરાઓ વગેરે.
*મોટા અવાજવાળા ફટાકડાઓ...

કાનમાંથી મેલ કાઢવાના ઉપચાર

1  કપ પાણીમાં 1 ચમચી મીઠું નાખવું. રૂને તે પાણીમાં ડૂબાડીને થોડું નિતારીને કાનમાં તેનાં 3-4 ટીપાં નાખવાં.
આમ 10 મિનિટ સુધી કાનને નમાવેલો રાખવો. ત્યાર પછી વિરુદ્ધ સાઇડમાં કાનને નમાવીને વધારાનું પાણી કાઢી નાખવું અને શુદ્ધ કપડાં વડે મેલ બહાર કાઢી નાખવો.

આ પ્રયોગ તલનું તેલ, સરસિયાનું તેલ, બદામનું તેલ, ઓલીવ ઓઈલ, હાઈડ્રોજન પેરોક્સાઈડ કે ગ્લીસરિન સાથે પણ કરી શકાય છે.

કાનનો મેલ સાફ કરવામાં રાખવાની સાવધાની

* કાનમાંથી રોજ મેલ કાઢવા બિનજરૂરી ટેવ ન પાડવી. ઘણીવાર આપણે કાનને સ્વચ્છ રાખવાના નિમિત્તે કાનમાંથી રોજ મેલ કાઢીને સાફ કરીએ છીએ. પરંતુ અમુક બહારનો મેલ કાનના રક્ષણ માટે ફાયદાકારક હોય છે, તે બહારથી આવતા અવાજના પ્રદૂષણથી કાનના પડદાને નુકસાનથી બચાવે છે. માટે જો સાંભળવામાં કોઈ તકલીફ ન થતી હોય તો કાનમાંથી બિનજરૂરી મેલ કાઢ્યા ન કરવો.

* કાનને સાફ કરવા માટે પેન-પેન્સિલ, દીવાસળી કે ચીપિયાનો ઉપયોગ ક્યારેય ન કરવો.
* જેમ પેન-પેન્સિલ કે દીવાસળીથી કાનને નુકસાન પહોંચે છે, તેવી જ રીતે રૂની સળી પણ કાનના પડદાને નુકસાનકારક છે.

કાનની બહેરાશનાં કારણ

*અવાજના પ્રદૂષણથી.
*અચાનક જ કાનમાં વધુ પડતો અવાજ જવો. જેમ કે, સ્પીકરની નજીક જવાથી, ફટાકડા અને વાહનોના મોટા હોર્નવાળા અવાજો વગેરેથી.
* લાંબા સમય સુધી અને ઊંચા અવાજે ઈયરફોન-હેડફોન સાંભળવાથી.
* કાનમાં વધારે મેલ થવાથી, કાનમાં ઈન્ફેકશન થવાથી અથવા અમુક પ્રકારની દવાઓથી.
* થપ્પડ આદિ લાગવાથી કાનને ઈજા પહોંચવાથી.
* વધુ ઉંમર હોવાથી.

કાનની બહેરાશના ઉપચાર

1. તાજા ગૌમૂત્રના 3-4 ટીપા 15 દિવસ સુધી રોજ કાનમાં નાખવા.
2. કારેલાના બી તથા એટલા જ પ્રમાણમાં જીરું પાણીમાં વાટી, તેને ગાળીને તે રસના 2-3 ટીપાં દિવસમાં 2 વાર કાનમાં નાખવાથી બહેરાશ ફાયદો થાય છે.
3. વરિયાળી પાવડરને પાણીમાં ઉકાળી તેની વરાળ દુ:ખના કાન પર લેવાથી બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
4. રોજ બદામના તેલના 2-3 ટીપાં કાનમાં નાખવાં.