Thu Jul 23 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની વિજયી શરૂઆતઃ આ રમતની મૅચમાં મેળવ્યો વિજય

Glasgow   2026-07-23 19:31:24
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગૉ (સ્કૉટલૅન્ડ): અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે વિજયી આરંભ કર્યો છે. બૉવ્લ્સ નામની રમતમાં ભારતની મહિલા જોડીએ માલ્ટાને રોમાંચક ટાઇ-બ્રેકમાં હરાવીને પછીના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

લૉન બૉવ્લ્સ (Bowls)ની રમતમાં વપરાતો બૉલ ખાસ ડિઝાઇનથી બનાવેલો હોય છે અને એની અંદર અસંતુલિત સામગ્રી ભરવામાં આવી હોય છે. હરીફાઈ દરમ્યાન સ્પર્ધક દ્વારા આ બૉલને ઘાસવાળી અથવા સિન્થેટિક ટર્ફ (ગ્રીન મૅટ) પર સામે મૂકવામાં આવેલા નાના કદના `જૅક' તરીકે ઓળખાતા બૉલ તરફ જમીનની સપાટી પરથી જ મોકલવામાં આવે છે.

જે સ્પર્ધક પોતાના બૉલને ટાર્ગેટવાળા નાના કદના બૉલ (Jack)ની વધુ નજીક (હરીફ ખેલાડીના બેસ્ટ બૉલ કરતાં વધુ નજીક) મોકલે એ ખેલાડીને એક પૉઇન્ટ મળે છે. એ રીતે દરેક સ્પર્ધકે પૉઇન્ટ મળતા જાય છે. સિંગલ્સમાં જે ખેલાડી પહેલાં 21 પૉઇન્ટ મેળવે એનો વિજય થયો કહેવાય. આ રમતની ડબલ્સની (પેર્સ) મૅચ પણ રમાય છે.

રૂપા રાની તિર્કે (લીડ) અને પિન્કી (સ્કિપ)એ પ્રથમ સેટ 7-1થી જીતી લીધો હતો. જોકે બીજા સેટમાં 3-4થી હાર જોઈ હતી. ટાઇ-બ્રેકમાં ભારતે પિન્કી (Pinki)ના ફાઇનલ બૉલની મદદથી વિજય મેળવી લીધો હતો.

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ખાસ કરીને બૉક્સિંગ, ભાલાફેંક, વેઇટલિફ્ટિંગ, રનિંગ, રેસ વૉક, ગોળા ફેંક, ઊંચો કૂદકો, લાંબો કૂદકો અને સ્વિમિંગમાં મેડલ મળવાની વધુ આશા છે.