નવી દિલ્હીઃ CJI સૂર્યકાંતે કેટલાક બેરોજગાર યુવાનોની કોક્રોચ સાથે તુલના કરતા હોબાળો મચી ગયો હતો. એમના આ નિવેદન પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. હવે એમણે પોતાના આ નિવેદન પર મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. CJI સૂર્યકાંતે કહ્યું હતું કે, મીડિયાએ મારી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી દીધી. યુવાનોની ટીકાને ખોટી રીતે દર્શાવી છે.CJI સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની તુલના કોક્રોચ સાથે કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, આવા યુવાનો આગળ જઈને RTI કાર્યકર્તા બની જાય છે, પછી મીડિયા, સોશિયલ મીડિયા પર હુમલાઓ કરે છે.
મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું
રિપોર્ટ અનુસાર CJI સૂર્યકાંતે એવું પણ ઉમેર્યું કે, મને એ વાંચીને ખૂબ જ દુઃખ થયું કે, મીડિયાના એક ભાગે આ કેસની સુનાવણી દરમિયાન મારી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી દીધી. મેં વિશેષરૂપે એવા લોકોની ટિકા કરી હતી કે, જેમણે નકલી અને ખોટી ડિગ્રીની મદદથી વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આવા લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં ઘુસણખોરીથી ઘુસી ગયા છે. આવા લોકો પરજીવીઓ જેવા હોય છે.એવું કહેવું જ પાયાવિહોણું છે કે, મે મારા દેશના યુવાનોની ટિકા કરી છે. આ તો મને બદનામ કરવા માટેનું કાવતરૂ છે. મને વર્તમાન અન ભવિષ્યની યુવા શક્તિ પર ગર્વ છે. ભારતનો દરેક યુવા મને કામ કરવા માટે પ્રેરિત કરે છે.
મોટો વિવાદ થતા અટક્યો
આ યુવાનો વિકસિત ભારતના મજબૂત સ્તંભ સમાન છે. જોકે કોક્રોચવાળા નિવેદન બાદ ચારેય બાજુથી જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. આખરે સ્પષ્ટતા કરવી પડે એવો હોબાળો થઈ ગયો હતો.સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દાને લઈ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા હતા. હવે ફરીવાર યુવાનોને લઈને શ્રેષ્ઠ વાતચીત કરીને CJI સૂર્યકાંતે સમગ્ર વિવાદને બીજે વાળી દીધો છે. ખાસ કરીને યુવાનોની શક્તિની વાતને લઈને તેમણે આપેલા નિવેદન પર હવે પૂર્ણવિરામ મૂક્યું છે. જેમાં અગાઉ અનેક પ્રકારના વિવાદો થવાની પૂરી શક્યાતો સેવાઈ રહી હતી.