Fri Aug 28 2026

Logo

CBSE બોર્ડ વર્ષમાં બે વાર લેશે દસમાની પરીક્ષા, જાણો નવા નિયમો

2026-02-20 20:55:30
Author: Mumbai Samachar Team
CBSE બોર્ડ વર્ષમાં બે વાર લેશે દસમાની પરીક્ષા, જાણો નવા નિયમો

પહેલી પરીક્ષા ચૂકશો તો બીજીમાં નહીં મળે તક: CBSEનો મોટો નિર્ણય

મુંબઈ:  મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની દસમા ધોરણની પરીક્ષા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા ૨૦ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી યોજાશે. રાજ્યમાં કુલ 16 લાખ 15 હજાર 489 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. વહીવટીતંત્ર દ્વારા આ પરીક્ષા માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે અને કોપી-મુક્ત પરીક્ષા યોજવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. 

કેટલાક કેન્દ્રો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોપી કરનારાઓને સજા કરવામાં આવશે. દસમા ધોરણની પરીક્ષા અંગે નવી માહિતી બહાર આવી રહી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ વર્ષમાં બે વાર ધોરણ 10 ની પરીક્ષા લેવાનો મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે કે જો ધોરણ 10ની પહેલી પરીક્ષા નહીં આપી હોય તો બીજી તક નહીં મળે. પહેલી પરીક્ષા ચૂકી જનારા વિદ્યાર્થી બીજી પરીક્ષા નહીં આપી શકે.
સીબીએસઈ વર્ષમાં બે વાર પરીક્ષા લેશે, પરંતુ એ સ્પષ્ટ છે કે જે વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ગેરહાજર રહેશે તે બીજી પરીક્ષા આપી શકશે નહીં.