Wed Sep 09 2026

Logo

થાણે અને પાલઘરમાં ચોરીના 33 ગુનામાં સામેલ આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ

2026-06-26 20:18:03
Author: Yogesh C. Patel
થાણે અને પાલઘરમાં ચોરીના 33 ગુનામાં સામેલ આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ

થાણે: થાણે અને પાલઘર જિલ્લામાં ચોરીના 33 ગુનામાં સંડોવાયેલા આરોપીને કલ્યાણ પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાજેશ અરવિંદ રાજભર (30) તરીકે થઇ હતી, જે થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં બંધ ઘરોને ટાર્ગેટ કરતો હતો. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 38.5 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

કલ્યાણના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરમાં ચોરી થઇ હતી અને પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં આરોપી નજરે પડ્યો હતો. આથી કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધ આદરી હતી.
દરમિયાન આરોપી ઉત્તર પ્રદેશમાં ભાગી છૂટ્યો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને તેના વતન આઝમગઢથી તેને ઝડપી પાડ્યો હતો. (પીટીઆઇ)