મુંબઈઃ મલ્ટિ સ્ટારકાસ્ટ ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' રિલીઝ થઈ ગઈ છે. કોમેડી કિંગ ગણાતા એવા કલાકારો જેના પર અલગથી ફિલ્મો બનેલી છે એ તમામ કલાકારો આ ફિલ્મમાં એક જ સ્ક્રિન જોવા મળી રહ્યા છે. પણ ફિલ્મમાં એક જુની જોડીએ બોલિવૂડ સ્ટ્રીટમાં ચર્ચાને વેગ આપ્યો છે. આ જોડી એટલે અક્ષય કુમાર અને રવિના ટંડન. 22 વર્ષ પછી રવિના અને અક્ષય એક જ સ્ક્રિન પર સાથે જોવા મળી રહ્યા છે. સેટ પર તો બન્નેની ફ્લેશબેક અને મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો જ હતો પણ હવે રવિનાએ અક્ષય વિશે જે વાત કહી એના પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે.
સૌથી વધુ મહેનત સેટ પર કરે છે
આમ તો રવિનાએ અક્ષય સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી બન્નેની કોઈ ફિલ્મ આવી નથી. અક્ષય અને રવીના માટે આ પ્રોજેક્ટ એક રિયુનિયન સમાન બની રહ્યો હતો. રવિનાએ અક્ષયની મહેનતની નોંધ લઈને વખાણ કર્યા હતા. એક ખાસ ઈન્ટરવ્યૂમાં રવિનાએ કહ્યું હતું કે, અક્ષય સેટ ઉપર પણ સૌથી વધારે મહેનત કરે છે અને જે તે સીન પ્રત્યે સમર્પિત હોય છે. સૌથી વધુ મહેનતુ અને ફિલ્મ પ્રત્યે સમર્પિત છે તે વ્યક્તિ. આટલા વર્ષો પછી પણ અક્ષયનું કામ પ્રત્યેનું સમર્પણ અને કામ કરવાનો અંદાજ એવો જ રહ્યો છે જે 22 વર્ષ પહેલા રહ્યો હતો. મને આટલા વર્ષો પછી પણ એની સાથે કામ કરીને આનંદ આવ્યો. એનામાં હજુ કોઈ ફેર પડ્યો નથી.
ફિલ્મો પ્રત્યે એટલો જ કમિટેડ વ્યક્તિ
આજે પણ તે ફિલ્મો પ્રત્યે એટલા જ કમિટમેન્ટથી કામ કરે છે. એક ડેડિકેશન સાથે કામ કરે છે. કામમાં એટલો ડૂબેલો રહે છે કે, એની મહેનત સ્ક્રિન પર અને સ્ક્રિન સિવાય પણ દેખાય છે. હવે તેને જે કંઈ પણ સફળતા મળે છે એનો તે હકદાર છે. સફળતા માટે તે ખૂબ મહેનત કરે છે અને કોઈ સફળતા એટલી સરળતાથી મળતી નથી.
આશરે 22 વર્ષ પછી વેલકમ ટુ ધ જંગલમાં રવિના અને અક્ષય એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અહમદ ખાને બનાવી છે. 'મોહરા', 'ખિલાડીઓ કા ખિલાડી', 'દાવા', 'કિંમત', 'બારૂદ' જેવી ફિલ્મોમાં રવિના અને અક્ષયે સાથે કામ કર્યું છે. સૌથી સુપરહિટ તેની 'મોહરા' ફિલ્મ રહી હતી. જે વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં પણ સુનિલ શેટ્ટી હતો અને આ ફિલ્મમાં પણ સુનિલ શેટ્ટી છે. ફરીવાર ત્રણેય કલાકાર એક મોટી સ્ક્રિન પર દેખાઈ રહ્યા છે. 'ભૂત બંગલા' પછી 'વેલકમ ટુ ધ જંગલ' તેની બીજી મોટા બજેટની કોમેડી ફિલ્મ છે.