Fri Jun 26 2026

Logo

બિગ બોસ ફેમ કુનિકા સદાનંદે રોષ વ્યક્ત કર્યો, કહ્યું  એક જ દિલ છે મોદીજી  કેટલી વાર તોડશો...

2026-06-26 19:53:54
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : NEET પેપર લીક કેસમાં વિવાદમાં ફસાયેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપવી પીએમ મોદીને ભારે પડી છે. તેમણે એક્સ પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ઉપરાંત તેમની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. જેની બાદ પીએમ મોદીની પોસ્ટ પર ટીકા કરી રહી છે. જેમાં અભિનેત્રી એન બિગ બોસ ફેમ કુનિકા સદાનંદે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમજ કહ્યું છે કે એક જ દિલ છે કેટલી વાર તોડશો મોદીજી .. 

રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો

વાસ્તવમાં પીએમ મોદી તરફથી શુભેચ્છા એવા સમયે આવી જ્યારે કેન્દ્રીય મંત્રી NEET પેપર લીક કૌભાંડ પર ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે આ વચ્ચે, ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સ્વીકાર્યું કે પેપર લીક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે તેઓ પણ જવાબદાર છે.

શિક્ષણ પ્રણાલીના ગેરવહીવટ વિશે ટ્વિટ નથી કરતા

બિગ બોસ ફેમ કુનિકા સદાનંદે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન  જે લગભગ એક કરોડ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. તે શિક્ષણ પ્રણાલીના ગેરવહીવટ વિશે ટ્વિટ નથી કરતા. જેમાં જ્યારે યુવાનો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા હોય અને કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તે કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ ટ્વિટ કરવાનો સમય કાઢે છે.