હૈદરાબાદઃ ફિલ્મ 'બાહુબલી' આવી એ સમયે ફેન્સ પર આ ફિલ્મનો એક પ્રભાવ હતો. ફિલ્મના ડાયલોગ્સ અને સેટની લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી. એ પછી 'કટ્ટપાને બાહુબલી કો ક્યો મારા?' નો જવાબ પણ બીજી સિક્વલ ફિલ્મમાંથી જાણવા મળ્યો હતો. હવે આ વાર્તા આગળ વધી રહી હોય એવા વાવડ મળી રહ્યા છે. ફિલ્મનિર્માતા એસએસ. રાજામૌલીની આ ફિલ્મે ભારતીય ફિલ્મી દુનિયામાં ઈતિહાસ બનાવી દીધો હતો. એક્શન, ઈમોશન, ડ્રામા અને વિષય-વાર્તાથી લઈને ગીત સુધી દરેક ફ્રેમ દર્શકોને ખૂબ જ ગમી ગઈ હતી.ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મ સફળ થયા બાદ હવે દરેક ફેન્સ જાણવા માગે છે કે, શું આ ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે?
ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર 'બાહુબલીઃ ધ ટોર્ચબિયર' નામની એક ક્લિપ વાયરલ થઈ છે જે પછી 'બાહુબલી-3' આવી રહી છે એવી અટકળો વર્તાય રહી છે. આ ક્લિપમાં પ્રભાસ, રાણા અને અનુષ્કા જોવા મળી રહ્યા છે. આ પરથી ત્રીજા ભાગની હિન્ટ મળી રહી છે, જેના પરથી ફેન્સને એવો વિશ્વાસ છે કે, હવે 'બાહુબલી' ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે.
આ ક્લિપમાં રાણા એક સરસ ડાયલોગ પણ બોલે છે અને એ બિલકુલ ફિલ્મ હોય એવું લાગતું નથી. ક્લિપમાં જે રીતે આખો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે એ પરથી કહી શકાય કે, આ ત્રીજા ભાગની હિન્ટ હોઈ શકે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ત્રીજા ભાગ તરફ ઈશારો કરે છે અને ફિલ્મ જાણે આવી જ રહી હોય એવું લાગી રહ્યું છે.
'યહ વિરાસત જારી રહેગી'.
છેલ્લે તેઓ એવું કહે છે કે, 'યહ વિરાસત જારી રહેગી'. 'બાહુબલી ધ એપિક'તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ ગઈ છે. વર્ષ 2015માં 'બાહુબલી' ફ્રેન્ચાઈઝીની શરૂઆત થઈ હતી. ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટીયા, રામ્યા કૃષ્ણન, સત્યરાજ, રાણા અને નાસર જેવા કદાવર કલાકારો હતા.
Bahubali 3 is Official now 🥳🥳🥳🥳 confirmed by Prabhas anna, Rana and Sweety #Prabhas #Bahubali3 pic.twitter.com/wo0qW6JCyF
— 🍿 (@Mithabhashi__) June 25, 2026
વિઝ્યુઅલ્સ ઈફેક્ટ અને દમદાર સેટને કારણે ફિલ્મને ચારચાંદ લાગ્યા હતા. આ સિવાય દરેક પાત્રની દમદાર એક્ટિંગ અને દરેક ફ્રેમમાં એક એક્શનથી ફિલ્મનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. આ પછી ફિલ્મનો બીજો ભાગ આવ્યો હતો. જે પહેલા ભાગ કરતા પણ સૌથી વધારે પોપ્યુલર થયો અને સુપરહિટ પણ સાબિત થઈ ગયો. આ બીજાભાગનું વર્લ્ડવાઈડ ક્લેક્શન 1788 કરોડ થયું હતું. સોશિયલ મીડિયા પર આવેલી ક્લિપથી દર્શકોને હવે ઉત્સુકતા છે કે, ત્રીજો ભાગ આવી રહ્યો છે.
#Baahubali3 is ON ✅🔥
— Movies Singapore (@MoviesSingapore) June 26, 2026
“The world 🌎 may not be ready yet, but there’ll be more #Baahubali… Baahubali…..3.”
— #RanaDaggubati pic.twitter.com/CxxkI4NqlI
રેકોર્ડ બ્રેક થઈ શકે છે
સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ આ વાતની ખાતરી પણ કરી રહ્યા છે. હવે ત્રીજો ભાગ આવે છે કે નહીં એ હજુ સુધી ફિલ્મમેકર્સે નક્કી કર્યું નથી. હવે આ અંગે જો ફિલ્મનિર્માતા રાજામૌલી કોઈ સ્પષ્ટતા કરે તો અવશ્ય એ નક્કી થશે કે, બાહુબલી-3 આવી રહી છે કે નહીં.આ ક્લિપના મુદ્દે હજુ સુધી ફિલ્મમેકર્સે પ્રતિક્રિયા આપી નથી. આ ક્લિપ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમ થયેલા કોઈ વિડિયોની હોવાનું માનવામાં આવે છે.
ક્લિપમાં પ્રભાસ અને અનુષ્કા હસતા દેખાઈ રહ્યા છે એટલે ફિલ્મ આવશે કે નહીં એ અંગે શંકા છે. ફેન્સ હવે એવી ચર્ચા કરી રહ્યા છે કે, જો હવે ત્રીજોભાગ આવ્યો તો ધુરંધર-2 અને પુષ્પા-2નો રેકોર્ડ બ્રેક થઈ શકે છે. ફરી એ જ એક્શન અને એ જ દિલમાં વસી ગયેલા પાત્રોનો એક્શન અવતાર જોવા મળશે. જે તે સમયે ફિલ્મના પ્રોડ્યુસર શોબુએ વાત કહી હતી કે, આગળ પણ વાર્તા ચાલું રહેશે અને ફિલ્મ આવશે. પણ ક્લિપ પરથી જે ઈશારો મળી રહ્યો છે એ બાહુબલી-3 બાજુ છે. પણ ફિલ્મ આવશે કે નહીં એ હજુ સુધી સ્પષ્ટ નથી.