લંડનઃ એફઆઇએચ પ્રો લીગ હૉકી (Hockey) મુકાબલામાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન (Pakistan)ને મંગળવારે 4-3થી હરાવ્યું હતું. આ વિજય સાથે ભારતે પાકિસ્તાન સામે અપરાજિત રહેવાની એક દાયકા જૂની પરંપરા જાળવી રાખી છે.
અહમદ નદીમે પાકિસ્તાનને આઠમી મિનિટમાં સરસાઈ આપી બાવીસમી મિનિટમાં અભિષેકે સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો અને 24મી મિનિટમાં (પેનલ્ટી કૉર્નરથી) નીલકંડ શર્માએ ગોલ કરીને ભારત (India)ને 2-1થી સરસાઈ અપાવી હતી.
🚨 INDIA BEAT PAKISTAN ONCE AGAIN IN FIELD HOCKEY 🚨
— Ajay Jadeja (@AjayJadeja171) June 23, 2026
- Today in London, Indian Men's Hockey Team beat Pakistan by 4-3 in FIH Pro League 🇮🇳
- This is India's 18 consecutive win against Pakistan in Field Hockey 🔥pic.twitter.com/HiER59l2Jp
ભારતીયોએ પાકિસ્તાનને એક પછી એક ઝટકો આપવાનું ચાલુ જ રાખ્યું હતું. 40મી મિનિટમાં સુખજીત સિંહે અને ત્યાર બાદ રાજિન્દર સિંહના ગોલથી સરસાઈ વધીને 4-1 થઈ ગઈ હતી.
પાકિસ્તાને પછીથી બે ગોલ કર્યા હતા, પણ મૅચને ડ્રૉમાં લઈ જવામાં કે જીતવામાં સફળ નહોતું થયું. ભારત હવે શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે રમશે.