Fri Jun 26 2026

Logo

'પઠાનો સે કહે દો ચૌહાણ આ રહા હૈ': અજય દેવગનની નવી ફિલ્મનું ટીઝર આઉટ, જાણો ક્યારે રિલીઝ થશે

2026-06-26 19:40:17
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ એક લાંબા સમય પછી અજય દેવગનનો કોમેડી અને એક્શન એમ બન્ને અવતાર બિગ સ્ક્રિન પર જોવા મળવાનો છે. કારણ કે, દેવગનની ફિલ્મ ગોલમાલની સિક્વલ ફિલ્મ આવી રહી છે અને સાથે ચૌહાણ નામની ફિલ્મ પણ આવી રહી છે. આ ફિલ્મમાં પણ એનું પાત્ર સિંઘમ જેવું જ છે, પણ સામે આવેલા ટીઝરમાંથી એ ખ્યાલ આવતો નથી કે, ખરેખર એનો રોલ શું છે અને તે આખરે શું છે. ટીઝર પરથી એટલું કહી શકાય છે કે, આ ફિલ્મની વાર્તાના પ્લોટમાં કાશ્મીર ક્નેક્શન અવશ્ય છે. આ પહેલા પણ અજય દેવગન કાશ્મીરમાં જ સિંઘમ ફિલ્મની સિક્વલ ફિલ્મ શુટિંગ કરી ચૂક્યો છે.છેલ્લે સિંઘમ અગેઈનમાં એને એક્શન અવતાર જોવા મળ્યો હતો.

માસ્ક પહેરીને કેમ એન્ટ્રી કરી?

ટીઝરમાં સામે આવેલા લૂકમાં ડાયરેક્ટ એનો એક્શન અવતાર જોવા મળે છે. ટ્રેલરમાંથી વધારે સ્પષ્ટ થશે કે આખરે ફિલ્મનો વિષય શું છે. આ ટીઝરમાં તે માસ્ક પહેરીને એન્ટ્રી કરે છે. કાશ્મીરમાં બનેલી કેટલીક પથ્થરમારાની ઘટનાનો અહીં સહારો લેવામાં આવ્યો છે અને ક્નેક્શન કાશ્મીર હોય એવું સ્પષ્ટ વર્તાય છે. ટ્રેલર સામે આવ્યા બાદ વધારે સ્પષ્ટ થશે કે, આખરે ફિલ્મ ક્યા વિષયને લઈને વાત કરવા માટે આવી રહી છે.

પિતા વીરૂદેવગનની જન્મતિથિ પર તેમણે 'ચૌહાણ' ફિલ્મનું ટીઝલ લૉંચ કર્યું છે. 24 સેકન્ડના ટીઝરમાં ખાસ કોઈ વાત સ્પષ્ટ થતી નથી. આ ફિલ્મમં તેનો એક અલગ સ્વેગ જોવા મળશે. આમ પણ સ્ક્રિન પર અજય ઓછું બોલે છે પણ એના એક્સપ્રેશન ઘણું બધુ સમજાવી દે છે. 

ટીઝર રિલીઝ કરાયું

ચૌહાણ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ચૂક્યો છે.ટીઝરમાં પથ્થરમારાની ઘટના દર્શાવવામાં આવી છે. અજય દેવગન સિવાય એની સાથે કોણ કોણ લીડ રોલ પ્લે કરી રહ્યું છે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી.અજય દેવગન ચૌહાણની ભૂમિકામાં છે. પ્રદર્શનકારીઓ જે રીતે પથ્થર મારો કરે છે એને ડામવા માટે એક્શન લેવામાં આવે છે.

થોડી જ ક્ષણમાં સમગ્ર વિરોધ પ્રદર્શન હિંસા અને આગચંપીમાં ફેરવાઈ જાય છે. ટીઝરની સાથે બેગ્રાઉન્ડમાં ડાયલોગ સાંભળવા માટે મળે છે. જ્યારે અજય દેવગનની એન્ટ્રી થાય છે એ સમયે હમ ફિલ્મનું અમિતાભ બચ્ચનનું ગીત જુમ્મા જુમ્મા પ્લે થાય છે. એ જ સમયે દેવગન સ્પીકર રોલ કરીને એન્ટ્રી કરી છે. અજય દેવગન કોઈ સૈન્ય જવાનના રોલમાં હોઈ શકે છે. ડીફેન્સ ક્ષેત્રમાં પણ કોઈ મોટા પદની શોભા વધારી શકે છે. આખરે દમદાર ડાયલોગ સાથે ટીઝરનો એન્ડ થાય છે. 'પઠાનો સે કહે દો ચૌહાણ આ રહા હૈ'

ક્યારે આવશે ફિલ્મ?

આ ફિલ્મ આવતા વર્ષે ઑક્ટોબર મહિનામાં આવી રહી છે. આ ફિલ્મનું એનાઉમેન્ટ કરવામાં આવ્યું છે. હજું આ ફિલ્મનું ટ્રેલર આવવાનું બાકી છે. નીરજ યાદવે ફિલ્મને ડાયરેક્ટ કરી છે જ્યારે જ્યોતિ દેશપાંડે પ્રોડ્યુસર છે, જેણે આ પહેલા ધુરંધર ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.એક વાત તો નક્કી છે કે, આ ફિલ્મમાં અજય દેવગનનો એક અલગ જ અવતાર જોવા મળશે. એક્શન સિક્વન્સ પણ નવી જ હશે. ટ્રેલર સામે આવ્યા બાદ વાર્તા શેના પર આધારિત છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ફિલ્મના ટાઈટલમાં પણ સારો એવો ખર્ચો કરવામાં આવ્યો છે. જોકે, જે પ્રકારે રીસર્ચ વર્ક છે અને ટીઝર આગળ વધે છે એમાં વિરોધ પ્રદર્શન સિવાય અન્ય કોઈ વાત જાણવા મળતી નથી.