Mon Aug 31 2026

Logo

અમદાવાદમાં ક્યો પોલીસ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતાં ઝડપાઈ ગયો, સાથી મહિલા PSI છૂ થઈ ગયાં.....

2026-06-27 09:32:00
Author: Mayur Patel
અમદાવાદમાં ક્યો પોલીસ  કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતાં ઝડપાઈ ગયો, સાથી મહિલા PSI છૂ થઈ ગયાં.....

અમદાવાદઃ લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા. જ્યારે મહિલા PSI છૂ થઈ ગયા હતા.

કોણ છે મહિલા PSI

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI પ્રિતલબેન જશુભાઇ ચૌધરી (પી જે ચૌધરી) અને પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઇ ભોઇ વિરૂદ્ધ એસીબીએ 5 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધીને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. 

શું છે મામલો

નડિયાદમાં રહેતા એક વ્યક્તિ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ મહિલા PSI પી જે ચૌધરી કરતા હતા. આ અરજીના કેસમાં તે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો ન નોંધવા માટે PSI ચૌધરી અને હેડ કોન્સ્ટેબલે દિલીપકુમાર ભોઇએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 

રકઝકના અંતે 5 લાખની રકમ નક્કી થઇ હતી. જો કે તે વ્યક્તિ લાંચ આવતા ઇચ્છતા ન હોવાથી નડિયાદ એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ શીલજ બીટની સાયબર ક્રાઇમની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલે 5 લાખની રોકડ લીધા બાદ મહિલા PSI પી જે  ચૌધરી સાથે વાત કરી હતી. જે બાદ એસીબીએ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઇની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા PSIની શોધખોળ શરૂ કરી હતી.