Sun Oct 04 2026

Logo

'અપહરણ'ની અફવા વચ્ચે સિંગર કિંજલ રબારીનો ચોંકાવનારો 'ખુલાસો'! અશોક ચૌધરી અંગે શું કહ્યું?

2026-09-06 19:26:00
Author: Vimal Prajapati
'અપહરણ'ની અફવા વચ્ચે સિંગર કિંજલ રબારીનો ચોંકાવનારો 'ખુલાસો'! અશોક ચૌધરી અંગે શું કહ્યું?

અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ રબારી છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં રહે છે ત્યારે આજે કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો, ત્યારે આ મુદ્દે સિંગર કિંજલ રબારીએ જાતે એક વીડિયો શેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમદાવાદના ચાંદખેડા પરિસરમાંથી કિંજલ રબારીનું ધોળે દિવસે અપહરણ થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને કિંજલ રબારીએ ખુલાસો આપ્યો છે, જે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

જૂના લગ્ન અને અપહરણ અંગે ગાયિકાએ કર્યો ખુલાસો

કિંજલ રબારીએ વીડિયો વાયરલ કરીને ખુલાસો કર્યો છે કે, તે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન થઈ ગયા હતા. કિંજલ રબારીએ કહ્યું હતું કે અમે 2024માં લગ્ન કરી લીધા હતા. પરિવારને મનાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવાર રાજી નહોતો, જેથી તેના પતિ (અશોક ચૌધરી)ને બોલાવ્યો હતો. તેના પછી બંને સાથે ભાગી ગયાં હોવાનો ખુલાસો કર્યો છે. આ સાથે કહ્યું કે, મારા બળજબરી પૂર્વક મારા પતિને માર મારીને મને ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાર બાર પિયરપક્ષના લોકો બળજબરી પૂર્વક રાધનપુર કોર્ટમાં છુટાછેડાની અરજી કરાવી અને ઘરે રોંધી રાખવામાં આવી હતી.

જીવને જોખમ હોવાથી પતિની સાથે આવી હોવાનો દાવો

વધુમાં ખુલાસો કરતા કિંજલ રબારીએ કહ્યું હતું કે કોઈ પરપુરૂષ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. અહીં (નવા સાસરે) અને પોતાના ઘરે પણ તેના જીવને જોખમ હોવાનો આક્ષેપ કિંજલ રબારીએ કર્યો છે. જોકે, કિંજલ રબારીએ કહ્યું કે, અહીં મારા જીવનું જોખમ હોવાથી મેં મારા પતિ (અશોક ચૌધરી)ને ફોન કરીને બોલાવ્યો હતો અને હું તેમની સાથે આવી ગઈ છે. અહીં હું પોતાના મરજીથી આવી છું અને સુરક્ષિત છું તેવો દાવો કર્યો છે. આ મામલે હવે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ નહીં કરવા માટે પણ કિંજલ રબારીએ બધાને અપીલ કરી છે.

પોલીસ પણ એક્શનમાં આવી ગઈ

વિવાદમાં રહેલી કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ચર્ચા જાગ્યા પછી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. ચાંદખેડાના સીબીડી મોલમાં ફિલ્મ જોવા ગઈ ત્યારે કાળી કારમાં અપહરણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બપોરના બે વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. જોકે, અપહરણની ચર્ચા મુદ્દે ચાંદખેડા પોલીસ પ્રશાસન દ્વારા ઉચ્ચસ્તરે તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.