દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભાલાફેંકની વિશ્વ સ્પર્ધામાં ભારતનો આશિષ યાદવ મેડલ જીત્યો
અમેરિકાના યુજીનમાં અન્ડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ શરૂ થઈ છે જેમાં ભારતનો આશિષ યાદવ ભાલાફેંક (જેવેલિન થ્રો)માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં ભાલો 74.09 મીટર દૂર ફેંક્યો હતો. તેનો આ થ્રો બીજા નંબરે હતો જેને લીધે તેને રજતચંદ્રક મળ્યો હતો. તે આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડા પછીનો બીજો ભારતીય ઍથ્લીટ બન્યો હતો. શનિવારની આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સાઉથ આફ્રિકાના યૅન-હેન્ડ્રિક હેમન્સે ભાલો 80.50 મીટર દૂર ફેંકીને જીતી લીધો હતો.
લાંચકેસમાં પકડાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સેવામાંથી ટર્મિનેટ
ગઈકાલે લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને સેવામાંથી ટર્મિનેટ કરી દેવાયા છે.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમિત ડોંગરેને સેમાંથી મુક્ત કરતો આ કડક આદેશ તેઓ જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે જ બજાવી દેવામાં આવ્યો હતો. એસીબીના કાર્યવાહી બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ તાત્કાલિક નિર્ણયથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સવારે 10 થી બપોરના 12 સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નહીં
રાજ્યમાં સવારે 10 થી બપોરના 12 સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 સુધીમાં રાજ્યના 6 તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો હતો. નાનાપોંઢામાં 0.20 ઇંચ, ડાંગમાં 0.16 ઇંચ વરસાદ વરસ્યો હતો.
તહેવારોની સિઝન સમયે જ ખાદ્યતેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો
તહેવારોની સિઝન સમયે જ ખાદ્યતેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સીંગતેલના ભાવમાં ભડકો થયો છે અને 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને રૂ. 2900 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ વધીને રૂ. 2795 પર પહોંચ્યો છે. ખાદ્યતેલના ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તહેવારો સમયે જ ખાદ્યતેલ મોંઘા થતાં સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો થશે.
છેલ્લા 24 કલાકમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ઝરમર વરસાદ
રાજ્યમાં હાલ વરસાદ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 12 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના છે અને ઝરમર વરસાદ વરસ્યો છે. તાપીના વોલાડમાં સૌથી વધુ 0.63 ઇંચ, ડાંગના સુબીરમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારત સહિત 5 દેશો પર 100 ટકા ટેરિફ લગાવશે અમેરિકા! રશિયા પર પ્રતિબંધ લગાવતું બિલ સીનેટમાં પાસ
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાએ નવો આર્થિક મોરચો ખોલી દીધો છે. આ વખતે નિશાના પર માત્ર રશિયા જ નહીં પરંતુ તેના તેલ ખરીદનાર દેશો પણ છે. અમેરિકી સેનેટે એક પ્રતિબંધ બિલ પસાર કર્યું છે, જે કાયદો બનવા પર ભારત અને ચીન જેવા દેશો પર પણ ભારે આર્થિક દબાણ બનાવી શકે છે.આ બિલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ એવા દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવી શકે, જે રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી ચાલુ રાખશે. કારણ કે ભારત અને ચીન રશિયાના સૌથી મોટા તેલ ખરીદદારોમાં સામેલ છે, તેથી આ જોગવાઈ સીધી રીતે આ બંને દેશો પર અસર કરી શકે છે.