દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી
નવી દિલ્હીઃ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ સ્થળ પર અફડાતફડીનો માહોલ છે. હાલમાં, પોલીસ ટીમો કાટમાળ સાફ કરવામાં અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં રોકાયેલી છે.
ફોગાટનો સિલેક્શન ટ્રાયલમાં જ્વલંત જીત સાથે આરંભ
કુસ્તીબાજ વિનેશ ફોગાટે પાટનગર દિલ્હીમાં શનિવારે એશિયન ગેમ્સ માટેની સિલેક્શન ટ્રાયલમાં વિજયી શરૂઆત કરી હતી. વિવાદાસ્પદ સંજોગોમાં સુપ્રીમ કોર્ટની પરવાનગીથી વિનેશને આ ટ્રાયલમાં ભાગ લેવા મળ્યો છે અને એમાં તેણે પહેલી કુસ્તીમાં જ્યોતિને 7-1થી હરાવી દીધી હતી. પહેલાં તેણે પુશ પૉઇન્ટ મેળવ્યો હતો અને પછી ડબલ લેગ અટૅકથી જ્યોતિ પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે રાઇટ લેગ અટૅકથી અને બે ઝડપી મૂવ્ઝની મદદથી 7-0ની સરસાઈ મેળવી હતી અને પછી એ ટ્રાયલ જીતી લીધી હતી.

15 વર્ષની નૌશિને ભારતને હૉકીમાં જિતાડ્યું
જાપાનમાં મહિલા વર્ગની અન્ડર-18 એશિયા કપ હૉકી ચૅમ્પિયનશિપમાં શનિવારે 15 વર્ષની નૌશિન નાઝે મલયેશિયા સામેની મૅચમાં બે ગોલ કરીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારતે આ મૅચ 2-1થી જીતી લીધી હતી. નૌશિને 19મી અને 28મી મિનિટમાં ગોલ કર્યો હતો. ગ્રૂપ-એમાં ભારત અત્યારે કોરિયા પછી બીજા નંબરે છે. રવિવારે ભારતનો મુકાબલો કોરિયા સામે જ છે.

બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ સરકારી નિવાસ સ્થાન ખાલી કરવાનો ઈનકાર કર્યો
બિહાર સરકારે પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીને તેમનો સરકારી આવાસ '10 સર્ક્યુલર રોડ' ખાલી કરવાનું અલ્ટીમેટમ અપાયું છે. આ મુદ્દાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાબડી દેવીએ બિહાર સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, તેઓ કોઈપણ ભોગે પોતાનું નિવાસ સ્થાન ખાલી નહીં કરે.
બેંગ્લૂરુની સ્કૂલમાં ભયાનક આગ, ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે
બેંગ્લૂરુની જાણીતી ચિત્રકૂટા કૌશલ્યા સ્કૂલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈ શકાય છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કોકરોચ જનતા પાર્ટીએ નવું અભિયાન શરૂ કર્યું
કોકરોચ જનતા પાર્ટીએ એક નવું અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીએ જાહેર સમસ્યાઓને ઉજાગર કરવા અને વહીવટીતંત્રનું ધ્યાન આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે #LifeOfACockroach અભિયાન ચલાવ્યું છે. CJP એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ત્રણ મિનિટનો એક AI વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, આ અભિયાન અંતર્ગત લોકોને તેમની આસપાસની નાગરિક સુવિધાઓથી જોડાયેલી સમસ્યાઓ રેકોર્ડ કરીને શેર કરવા માટે અપીલ કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો કાનૂની ફટકો પડ્યો છે. એક ફેડરલ ન્યાયાધીશે આશરે 1.8 અબજ ડૉલરના એ વિવાદાસ્પદ ફંડ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે, જેનો ટ્રમ્પ સરકાર કાયદાકીય લડાઈના પીડિતોને વળતર આપવા માટે ઉપયોગ કરવા માંગતું હતું.