Wed Apr 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 22 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-22 08:29:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-22 22:25:48

પાકિસ્તાનને બીજો ઝટકો, શનાકા પણ આઇપીએલમાં આવી ગયો

શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાને રાજસ્થાન રૉયલ્સે ઈજાગ્રસ્ત સૅમ કરૅનના સ્થાને ટીમમાં સમાવવાનું નક્કી કરી લેતાં શનાકા પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) છોડીને ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવી ગયો છે. થોડા દિવસ પહેલાં ઝિમ્બાબ્વેનો પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની પીએસએલ છોડીને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમમાં જોડાઈ ગયો હતો. કેકેઆરે મુઝરબાનીને બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહમાનના સ્થાને મેળવ્યો છે.

2026-03-22 22:03:55

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજ પાસેથી વસુલી શકે છે ટેક્સ

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સતત વધી  રહ્યું છે. તેમજ ઈરાન હવે કોઈપણ ભોગે ઝૂકવા તૈયાર નથી. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાન હવે  હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજ  પાસેથી 2 મિલિયન ડોલર વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.

2026-03-22 21:19:57

ઈરાને કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે, દુશ્મન દેશો માટે મર્યાદિત થશે

અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે  ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકાની ચેતવણી બાદ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાને કહ્યું કે  આ જળમાર્ગ આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે પરંતુ તે ફક્ત દુશ્મન દેશો સુધી મર્યાદિત હોઈ શકે છે. અમેરિકાના  પ્રમુખ ટ્રમ્પની કડક ચેતવણી પછી ઈરાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી

2026-03-22 19:38:39

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાનને વિશ્વ માટે ખતરો ગણાવ્યો

ઈરાન દ્વારા સતત ઇઝરાયલ પર થઈ રહેલા હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું  છે. તેમણે ઈરાનને સમગ્ર વિશ્વ માટે ખતરો ગણાવ્યો છે. તેમજ કહ્યું છે કે છેલ્લા 48 કલાકમાં ઈરાને નાગરિકો પર હુમલો કર્યો છે. તેમજ હવે દરેક વ્યકિતએ આગળ આવવાનો સમય આવી ગયો છે.

2026-03-22 17:49:35

ઈરાને ઇઝરાયલ પર 4 બેલિસ્ટિક મિસાઇલો છોડી, 300 લોકો ઘાયલ

અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકવાના હાલ કોઈ સંકેત નથી મળી રહ્યા છે. આ યુદ્ધને 23 દિવસ થયા છે. ત્યારે ઈરાન હવે ઇઝરાયલ પર હુમલા કરીને બદલો લઈ રહ્યું  છે. જેમાં ઈરાને આજે ઇઝરાયલ પર 4 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે  જેમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ  ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને  હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ચેતવણી પણ આપી છે.

2026-03-22 17:35:19

મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ બોલાવી મહત્વની બેઠક

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે ભારતની ચિંતાઓ પણ વધારો થયો છે. જેના પગલે દેશમાં ઇંધણ સહિતના પૂરવઠાની સમીક્ષા માટે પીએમ મોદી આજે મંત્રી સ્તરની બેઠક બોલાવી  મહત્વની બેઠક બોલાવી છે.

2026-03-22 17:34:25

જો યુદ્ધવિરામ થાય તોઃ જાપાનનું મોટું નિવેદન

જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગીએ કહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બિછાવવામાં આવેલી લેન્ડમાઈન્સને હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે યુદ્ધવિરામ થાય તો જાપાન હુર્મુઝની ખાડીમાં બિછાવેલી નેવલ માઈન્સને હટાવવા માટે પોતાની આધુનિક માઈનસ્વીપર તહેનાત કરશે.

2026-03-22 14:58:27

કતારમાં હેલિકોપ્ટર ક્રેશઃ 6 લોકોનાં મોત

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કતારમાં સૌથી મોટી દુર્ઘટના ઘટી છે. કતારમાં હેલિકોપ્ટર ક્રેશમાં છ લોકોનાં મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે એક જણ હજુ ગુમ છે. આ અકસ્માત પછી રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે હાથ ધર્યું હોવાનું જણાવાયું.

2026-03-22 14:45:39

ડાકોર પ્રસાદ સેવા પર યુદ્ધની અસર

મિડલ ઈસ્ટના યુદ્ધની ભારતના ઔધ્યોગિક ક્ષેત્રે તો જોવા મળી રહી છે, પરંતુ આ સાથે જ મંદિરો પર પણ જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અનિવાર્ય સંજોગોના કારણે અપાતી પ્રસાદ સેવા બંધ કરી દેવામાં આવી છે.

2026-03-22 12:50:18

પીએમ મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો

ભારતીય રાજકારણમાં પીએમ મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગને પાછળ છોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકે પીએમ મોદીએ સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા છે.

2026-03-22 11:34:53

ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે જો તેનું પાલન કરવામાં નિષ્ફળતા મળશે તો પાવર પ્લાન્ટ્સ પર હુમલા થશે. જો આ સમયમર્યાદામાં સ્ટ્રેટ સંપૂર્ણપણે અને સુરક્ષિત રીતે ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના અનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેનો નાશ કરશે તેવી ટ્રમ્પે ધમકી આપી છે.

2026-03-22 10:34:35

અમરેલીમાં ભૂકંપનો આંચકો

અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ અંદાજે 12:50 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ISR અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. ગાઢ નિદ્રામાં રહેલા લોકો અચાનક ધરતી ધ્રૂજતા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

2026-03-22 10:27:34

સુરત નકલી નોટ કૌભાંડનું 'ચીન' કનેક્શન

સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનમાં ચાલતા નકલી નોટ કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજી અને મુકેશ હુમ્મર ખાસ ચીન ગયા હતા, જ્યાં એજન્ટો પાસે નોટો છાપવાની સિસ્ટમ સમજી ટ્રાયલ કરી હતી. ત્યારબાદ તેમણે 'સ્ટેશનરી'ના નામે ચીનથી ખાસ કરન્સી પેપર મંગાવી સુરતમાં મોટા પાયે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ કરી રહી છે.

2026-03-22 10:12:00

ડિએગો ગાર્સિયા પર હુમલા બાદ ઇઝરાયલની ચેતવણી

ચાગોસ ટાપુઓમાં સ્થિત ડિએગો ગાર્સિયા બેઝ પર થયેલા હુમલાએ પશ્ચિમી દેશોને ઈરાનની મિસાઈલ ક્ષમતાઓ અંગે સતર્ક કર્યા છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે, ઈરાની મિસાઈલો લંડન, બર્લિન અને પેરિસ જેવા શહેરો માટે ખતરો છે. આ સાથે ઇઝરાયલે ઈરાને વૈશ્વિક આંતકવાદી ખતરો પણ ગણાવ્યું છે.

2026-03-22 09:11:25

LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયા બાદ ભારતમાં ગેસની અછતનું જોખમ ઊભું થયું છે.  એવામાં રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું અને સિંગાપોરનો ધ્વજ ધરાવતું 'પાઇક્સિસ પાયનિયર' જહાજ 16,714 ટન LPG જથ્થા સાથે મેંગલોર બંદર પર પહોંચી ગયું છે.

2026-03-22 08:30:21

ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે. તો સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.