Wed Sep 09 2026

Logo

મુસ્લિમ યુવક 24 વર્ષની હિન્દુ યુવતીને ભગાડી ગયો, ઉલ્લુ બનાવવા નકલી મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું ને પછી.......

2026-08-20 14:18:00
Author: Mayur Patel
મુસ્લિમ યુવક 24 વર્ષની હિન્દુ યુવતીને ભગાડી ગયો, ઉલ્લુ બનાવવા નકલી મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું ને પછી.......

વડોદરાઃ રાજ્યમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. મુસ્લિમ યુવક 24 વર્ષની હિન્દુ યુવતીને ભગાડી ગયો હતો. ઉલ્લુ બનાવવા નકલી મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. પરંતુ તપાસ દરમિયાન સબ રજિસ્ટ્રરે આવી કોઈ લગ્ન નોંધણી ન થઈ હોવાનું જણાવ્યું હતું.

શું છે સમગ્ર મામલો

વડોદરાના ગોત્રીની એક હૉસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય હિન્દુ યુવતી મે મહિનામાં ગુમ થઈ હતી. શોધખોળ કરતાં પરિવારજનોને તે ફૈઝલ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતીના પરિવારજનો તેને પરત લઈ આવવા સક્રિય થયા હતા અને ફૈઝલ વિરુદ્ધ  તેમની પુત્રીનું કથિત રીતે અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ફૈઝલે  મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જંબુસર પોલીસ સમક્ષ રજૂ કરાયેલા મેરેજ સર્ટિફિકેટમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાનો દાવો કરાયો હતો. જોકે  તપાસ દરમિયાન સબ રજિસ્ટ્રરે આવી કોઈ લગ્ન નોંધણી ન થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફૈઝલની કરજણના કિયા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી.

ઘર છોડતી વખતે યુવતી 6 તોલાનો સોનાનો હાર પણ લેતી ગઈ

પોલીસ હાલ કથિત બનાવટી દસ્તાવેજ અને યુવતી કયા સંજોગોમાં ઘર છોડીને ગઈ તેની તપાસ કરી રહી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવતીએ 7 મેના રોજ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેણે ફૈઝલ સાથે લગ્ન કરી લીધા છે અને તે ઘરે પાછી નહીં આવે. તે પોતાની સાથે છ તોલાનો સોનાનો હાર પણ લઈ ગઈ હતી. બાદમાં પરિવારે 11 મેના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

SIT તપાસની માંગ

યુવતીના પિતાએ વડા પ્રધાનને પત્ર લખીને કથિત નકલી મેરેજ સર્ટિફિકેટ અને પુત્રીના ગુમ થવા પાછળના સંજોગો અંગે SIT તપાસની માંગ કરી છે. પરિવારે  તેમની દીકરીનું બ્રેઈનવોશ કરીને સંબંધના બહાને લઈ જવામાં આવી હોવાના પણ આરોપ લગાવ્યો હતો. યુવતીની માતાએ પણ પોતાની પુત્રીને પાછી લાવવાની અપીલ કરી હતી અને તેને બ્રેઈનવોશ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી આ ઘટનાને લવ જેહાદનો કિસ્સો ગણાવ્યો હતો.

આ દરમિયાન યુવતીના પરિવાર તરફથી વકીલે નકલી મેરેજ સર્ટિફિકેટ કોણે બનાવ્યું, સાક્ષી તરીકે કોણે સહી કરી અને આ દસ્તાવેજ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો તેની તપાસ થાય તેવી  માંગ કરી હતી. પોલીસ હવે યુવતી આરોપી સાથે કયા સંજોગોમાં ગઈ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.