Tue Apr 21 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 21 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-21 07:00:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-21 16:27:52

ભચાઉમાં દિનદહાડે ફાયરિંગ, પારિવારિક અદાવતમાં વૃદ્ધની કરપીણ હત્યા

કચ્છના ભચાઉના વોંધ પુલિયા પાસે મંગળવારે ભર બપોરે જાહેરમાં ફાયરિંગ કરી એક વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી છે.  આ હત્યા પાછળ વર્ષો જૂની પારિવારિક અદાવત કારણભૂત હોવાનું  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

2026-04-21 15:49:24

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ઘટ્યો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યના કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગજગ્રાહમાં ઘટાડો  જોવા મળ્યો છે. જેમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ઇન્ડી ગઠબંધનની પરવા કર્યા વિના ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે.

2026-04-21 15:21:51

યુએસ નેવીની  ચેતવણી છતાં ઈરાની જહાજે પાર કર્યો અરબી સમુદ્ર

ઈરાન અને અમેરિકા વચ્ચે  હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સતત વિવાદ વધી રહ્યો છે.  જેમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ નાકાબંધી કરી છે. તેમજ કોઇપણ જહાજને નાણાં ચુકવ્યા બાદ આગળ નહિ વધવા ચેતવણી આપી છે. જેમા ઇરાનના જહાજને પણ પસાર નથી થવા દેવા આવતા. આ દરમિયાન યુએસ નેવીની ટાસ્ક ફોર્સની ચેતવણી છતાં ઈરાની જહાજે અરબી સમુદ્ર પાર કરીને ઈરાનના પ્રવેશ્યું હતું.

2026-04-21 15:21:09

ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમ 23 એપ્રિલના બદલે 30 એપ્રિલના રોજ યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ  યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત  કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે   30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે.

2026-04-21 14:58:20

મે મહિનામાં 8,000 કર્મચારીની છટણીઃ મેટા

આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમન પછી આઈટી કંપનીઓ ધીમે ધીમે કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે, જેમાં માર્ક ઝુકરબર્ગની મેટા અત્યાર સુધીની સૌથી મોટી છટણી કરશે. મેટાના સીઈઓ ઝુકરબર્ગ 20મી મેના 8,000 કર્મચારીની છટણી કરશે.

2026-04-21 14:39:59

શરદ પવારને હોસ્પિટલમાં કરાયા દાખલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શરદ પવાર નિયમિત હેલ્થ ચેક અપ માટે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરદ પવારને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું.

2026-04-21 12:26:40

ધંધુકામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું

ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

2026-04-21 12:24:22

ગુજરાત ATSએ 2 યુવકની કરી ધરપકડ

અમદાવાદમાં ગુજરાત ATSએ બે યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટીએસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

2026-04-21 10:50:18

વધતો તણાવ ગ્લોબલ શિપિંગ માટે ખતરોઃ IMO

ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનના (IMO) પ્રમુખે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નેવિગેશનની સ્વતંત્રતાના સમર્થનમાં રહેલા દેશો યોગ્ય સંદેશો આપી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ ગ્લોબલ શિપિંગ માટે ખતરો બની રહ્યો છે.

2026-04-21 08:31:45

પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકો

વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું. ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા.

2026-04-21 08:09:11

ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાની આશંકા

મિડલ-ઈસ્ટમાં સીઝફાયર  પૂર્ણ થાય તે પહેલાં તણાવ ચરમસીમાએ છે. ટ્રમ્પ, નેતન્યાહુ અને ગાલિબાફના નિવેદનો વચ્ચે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થવાના છે. આ દરમિયાન, જંગ ફરી શરૂ થવાની આશંકા સતત વધી રહી છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે સીઝફાયર ખતમ થવાની ડેડલાઈન છે.