દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
પૅરિસથી મળતા અહેવાલ મુજબ ફ્રેન્ચ સૉકર લીગે જણાવ્યું છે કે ફિફા વર્લ્ડ કપમાં આઇવરી કોસ્ટ વતી રમતા ખેલાડી એલ્યે વાહી પર ગયા મહિને (મેમાં) નીસ સામેની લીગ-વન ટૂર્નામેન્ટની મૅચમાં હદ બહારનો સટ્ટો રમાયો હોવાનું જાણવા મળ્યું હતું. વાહીને યલો કાર્ડ મળશે એના પર મોટા પ્રમાણમાં બેટ લાગી હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્લ્ડ કપમાં સોમવારે ફિલાડેલ્ફિયામાં આઇવરી કોસ્ટનો ઇક્વેડોર સામે 1-0થી વિજય થયો હતો. એ મૅચમાં આઇવરી કોસ્ટ વતી આક્રમણની શરૂઆત વાહીએ જ કરી હતી. વિશ્વ કપના આરંભના બે અઠવાડિયા પહેલાં કથિત મૅચ-ફિક્સિંગના આક્ષેપને પગલે વાહીને અટકમાં લેવામાં આવ્યો હતો. જોકે તેની સામે કોઈ ગુનો નહોતો નોંધવામાં આવ્યો.

બ્રાઝિલ છેલ્લે 2002માં ફિફા વર્લ્ડ ચૅમ્પિયન બન્યું એ અગાઉ 1994માં એણે રોનાલ્ડો નૅઝારિયો, કફુ, રોમારિયો, ડુન્ગા, ઝિન્યો, બેબેટો, જ્યોર્જિન્યો વગેરે જાણીતા ખેલાડીઓની મદદથી જે ટાઇટલ જીત્યું હતું એ સમયના તેમના કોચ કાર્લોસ આલ્બર્ટો પરેરાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 83 વર્ષના કાર્લોસ પરેરાને કૅન્સર છે અને તેઓ આ મહારોગ સામે લડી રહ્યા છે. તેમણે 2006ના વિશ્વ કપમાં પણ બ્રાઝિલને કોચિંગ આપ્યું હતું અને 2004 તથા 2005માં કોચ તરીકે કૉપા અમેરિકા સહિતની બે મોટી ટૂર્નામેન્ટોના ટાઇટલ બ્રાઝિલને અપાવ્યા હતા.

આગામી 10મી જુલાઈથી ક્રિકેટના મક્કા ગણાતા લંડનના લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર પહેલી વખત મહિલાઓની ટેસ્ટ મૅચ રમાશે અને એમાં ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન ઑલરાઉન્ડર નૅટ સિવર-બ્રન્ટ સંભાળશે. આ ઐતિહાસિક ટેસ્ટ ભારત સામે રમાશે જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર સંભાળશે. તાજેતરમાં જ લૉર્ડ્સમાં પુરુષ ક્રિકેટરોની 150મી ટેસ્ટ રમાઈ હતી. ઇંગ્લૅન્ડની ટીમની બીજી જાણીતી ખેલાડીઓમાં લૉરેન બેલ, ટૅમી બ્યૂમૉન્ટ, સૉફી એકલ્સ્ટન, ઍમી જોન્સ, હીધર નાઇટ તથા ઇસ્સી વૉન્ગનો સમાવેશ છે. બ્રિટિશ ટીમની આમાંની ઘણી ખેલાડીઓ ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં રમી ચૂકી છે.

ઝારખંડમાં થયેલી રાજ્યસભા ચૂંટણીમાં એનડીએ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણી જીતી ગયા છે. પરિમલ નથવાણી જીતી જવાનું હેમંત સોરેન અને ઈન્ડિ ગઠબંધન માટે સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિ બ્લોકના વિધાનસભ્યો વતીથી ક્રોસ વોટિંગ કર્યું હોવાનું કહેવાય છે.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવશે. જે 4 હજારથી વધુ નાગરીકો સહભાગી થશે. આ વર્ષે 'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે.
અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના કડક અમલ અંતર્ગત AMCના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની ગંભીર ખામીઓ ધરાવતી 6 હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વે નોટિસ અને સૂચનાઓ આપવામાં છતાં જરૂરી ફાયર સેફ્ટી સુધારાઓ ન કરાતા સંબંધિત હોટલોને સીલ કરવામાં આવી છે. જેના કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું હોય તેમ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જામનગરમાં 0.79 ઇંચ, સુરતના મહુવામાં 0.31 ઇંચ, ચીખલીમાં 0.31 ઇંચ, ગોંડલમાં 0.20 ઇંચ, વાઘોડિયામાં 0.12 ઇંચ, વાલોદમાં 0.12 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ, છોટાઉદેપુરમાં 0.08 ઇંચ, હિંમતનગરમાં 0.04 ઇંચ, માણસામાં 0.04 ઇંચ, ઉમરેઠમાં 0.04 ઇંચ, અંબિકામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ ન્યૂ રાણીપ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૃતક વિધાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હતો. પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ તેણે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિદ્યાર્થીએ શા માટે આત્મહત્યા કરી તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી, પોલીસે આ કેસમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પશ્ચિમ કચ્છમાં AAPમાં મોટો ભડકો થયો છે. જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી સહિતની આખી ટીમે પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. પક્ષની કામગીરીથી નારાજ થઈને એકસાથે ૩૬ જેટલા મોટા હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા કચ્છમાં આપનું આખું સંગઠન કડડભૂસ થઈ ગયું છે. પક્ષ છોડનારાઓમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત લોકસભા ઇન્ચાર્જ, વિવિધ તાલુકા પ્રમુખો અને વિધાનસભા પ્રભારીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને ખેંચતાણથી કંટાળીને આ તમામ હોદ્દેદારોએ એકસાથે પક્ષને રામ-રામ કર્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 5 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાઘોડિયામાં 0.12 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ, છોટાઉદેપુરમાં 0.08 ઇંચ, સાબરકાંઠામાં 0.04 ઇંચ તથા ઉમરેઠમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મહિસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભીલોડામાં 2.95 ઇંચ, સલતાસણામાં 2.87 ઇંચ, ધનસુરામાં 2.60 ઇંચ વરસાદ પડ્યો હતો.