Fri Apr 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 17 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-17 08:36:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-17 09:45:55

હોર્મુઝમાં વ્યાપારી જહાજો પર હુમલો જરાય ચલાવી લેવાશે નહીંઃ UNમાં ભારતનું નિવેદન

ભારતે હોર્મુઝ ખાડીમાં તણાવ અને જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વેપારી જહાજો પર હુમલા અને નિર્દોષ નાવિકોની હત્યા બિલકુલ સહન કરી શકાય તેમ નથી. ઉપરાંત ભારતે તમામ દેશોને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા અને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સુરક્ષિત અને અવરોધ વિનાની અવરજવર વહેલી તકે ફરી શરૂ થાય તે માટે અપીલ કરી હતી.

2026-04-17 09:29:18

સંસદમાં ભારે હંગામા વચ્ચે મધરાતથી મહિલા અનામત કાયદો લાગુ

ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

2026-04-17 08:44:34

ઈરાન યુદ્ધ ખતમ થવાની શક્યતાથી ક્રૂડ સસ્તું થયું

લેબનાન અને ઈઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ લાગુ થયા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષનો અંત આવવાની આશા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન કે અમેરિકા અને ઈરાન વીકેન્ડ પર વાતચીત માટે મળી શકે છે, તેને પગલે શુક્રવારે શરૂઆતી કારોબારમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.  ક્રૂડના ભાવમાં 1.37 ટકાના ઘટાડો થતાં 98.05 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.